ડીફેન્ડિંગ ચેમ્પિયન સેરેના વિલિયમ્સ આગામી ૧૫ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમશે નહીં લે તેવી તેણે જાહેરાત કરી છે. સેરેનાએ કહ્યું હતું કે તે રમી શકે તેવી ફિટ તો છે, પણ માતા બન્યા પછી હજુ તેને અંગત રીતે સંતોષ થાય તે હદે તેને માનસિક અને શારિરીક રીતે ફીટનેસ વિષે સંતોષ નથી. સેરેના છેલ્લે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી હતી. ત્યારે તે બે મહિના પ્રેગનન્ટ હતી અને છતાં બહેન વિનસને હરાવી ચેમ્પિયન બની હતી. તે પછી તેણે સાત મહિના આરામ કરી બાળકને જન્મ આપ્યો હતો.માતા બની પછી ગયા મહિને અબુધાબી એક્ઝીબિશન ટુર્નામેન્ટમાં રમી હતી. એમાં ફ્રેંચ ઓપન ચેમ્પિયન જેલેના ઓસ્ટાપેન્કોએ તેને હરાવી હતી.  માતા બન્યા પછી પ્રેમી અને રેડિટ કંપનીના સ્થાપક એલેક્સ ઓશનિયન સાથે તેણે લગ્ન કર્યા હતા. તેના રિસેપ્શનમાં બિયોન્સ અને કિમ કર્દાશિયન જેવી સેલિબ્રીટીઝે હાજરી આપી હતી.