બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના બિન-રાજકીય ઇન્ટરવ્યૂને લીધે ચર્ચામાં રહ્યા હતા, ચોથા તબક્કાના મતદાન પછી, તેમની નાગરિકતા વિશે ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા. એક પત્રકારે પણ અક્ષયને ચૂંટણી દરમિયાન મત ન આપવાનો પ્રશ્ન કર્યો હતો, જેનો તેણે જવાબ આપ્યો ન હતો. ત્યારે હવે સોશિયલ મીડિયા પર, અક્ષય ના નાગરિકત્વ વિશે ચર્ચા થઈ રહી છે, તેઓએ ટ્વીટર પર એક પોસ્ટ દ્વારા પોતાની વાત મૂકી છે. અક્ષયકુમારએ કહ્યું કે તે સાત વર્ષથી કેનેડા ગયો નથી અને નાગરિકત્વ પર ઉઠાવેલા પ્રશ્નનોથી ખૂબ નાખુશ છે. અક્ષયકુમારે પોતાના ટ્વીટર પોસ્ટમાં લખ્યું હતું કે, “મને સમજાતું નથી કે મારી નાગરિકતા અંગે આવો નકારાત્મક માહોલ શા માટે કરવામાં આવી રહ્યો છે? મેં આ હકીકતને કયારેય છુપાવી નથી અથવા નકારી નથી કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે. તે પણ સાચું છે કે છેલ્લા સાત વર્ષથી હું કેનેડા નથી ગયો . હું ભારતમાં કામ કરું છું અને ફક્ત ભારતમાં કર ચૂકવું છું.