પાકિસ્તાની મરીન સીક્યુરીટી એજન્સીએ સૌરાષ્ટ્રની ચાર બોટ અને ૨૪ જેટલા માછીમારોને મશીનગનનાં નાળચે ઉઠાવી લીધાનો બનાવ બનતા માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત વિગતો પ્રમાણે પોરબંદર સહિત સૌરાષ્ટ્રની કેટલીક ફીશીંગ બોટો સમુહમાં માછીમારી કરી રહી હતી, આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળ સીમા નજીક માછલા પકડતી આ બોટોને ઘેરો ઘાલીને પાક. મરીનની સ્ટીમરોએ શરણે આવવાની ફરજ પાડી હતી. એ સમયે ત્યાં સૌરાષ્ટ્રની કેટલીક ફીશીંગ બોટો પૈકી પોરબંદર અને ઓખાની ચાર બોટ અને ૨૪ જેટલા માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને તેઓને પાકિસ્તાન તરફ લઈ જવાયા હતા. પાક. મરીનની નાપાક હરકત યથાવત હોવાથી માછીમારોમાં પણ ભારે આક્રોસ જોવા મળ્યો છે અને તંત્ર યોગ્ય કરે તેવી માંગણી ઉઠવા પામી છે. ખાસ કરીને બોટો છોડાવવા અંગેની પણ તાત્કાલીક કાર્યવાહી થવી જોઈએ તેવી રજુઆતો થઈ છે.

LEAVE A REPLY

nineteen + thirteen =