સૌરાષ્ટ્રની 7 બેઠક પર સવારે 8 વાગ્યાથી જ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યાં છે. ભાવનગરમાં ભારતીબેન શિયાળ(BJP) આગળ ચાલી રહ્યાં છે. જૂનાગઢમાં સવારથી સર્વર ડાઉન હોવાથી ખુબ જ ધીમી ગતિએ મતગણતરી ચાલી રહી છે.
રાજકોટમાં મોહન કુંડારિયા(BJP)ને 1,93,558 મત સાથે આગળ
જામનગરમાં પૂનમ માડમ(BJP) 1,06,433 મત સાથે આગળ
પોરબંદરમાં રમેશ ધડુક(BJP) 56840 મત સાથે આગળ
જૂનાગઢમાં રાજેશ ચૂડાસમા(BJP) 8131 મતથી આગળ
ભાવનગરમાં ભારતીબેન શિયાળ(BJP) આગળ
સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા(BJP) આગળ