ગુજરાત ATSએ ત્રાસવાદી સંગઠન ISના કથિત ઑપરેટિવના મામલામાં તાજેતરમાં જ અંક્લેશ્વરની કોર્ટમાં એક ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં કહેવાયું છે કે ISના સંદિગ્ધ ઓપરેટિવ ઉબેદ મિર્ઝા પીએમ નરેન્દ્ર મોદીને મારવા માગતો હતો અને તેની આ ઈચ્છા એક મેસેજિંગ એપ પર દર્શાવી હતી. ગુજરાત ATSએ મોબાઇલ ફોન અને પ્રેન ડ્રાઇવથી તેના મેસેજીસ મેળવી લીધા છે. વ્યવસાયે વકીલ મિર્ઝા અને લેબ ટેક્નિશિયન કાસિમ સ્તિમબેરવલાને ગુજરાત ATSએ 25 ઓક્ટોબર 2017એ અંક્લેશ્વરથી અરેસ્ટ કર્યા હતા. આ બન્ને સુરતના રહેવાસી છે. ATSના એક અધિકારીએ કહ્યુ કે, કાસિમની ધરપકડના 21 દિવસ પહેલા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ. તેઓ જમૈકા ભાગવા માંગતા હતા જેથી કટ્ટરપંથી મૌલવી શેખ અબ્દૂલ્લા અલ ફૈસલની સાથે જેહાદી મિશનમાં જોડાઇ શકે, કાસિમે તેના માટે જમૈકામાં નોકરી માટે અરજી કરી હતી અને એક વર્ક પરિમટિ મેળવ્યું હતું ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ છે કે, 10 સપ્ટેમ્બર 2016ના મિર્ઝાનો સંદેશ મોકલ્યો, પિસ્તલ ખરીદવી છે અને તે પછી હું તેનો સંપર્ક કરવા માગીશ  જોકે અહીં તેનો  શબ્દોના ઉપયોગ કોના માટે કરાયો તે અંગે સ્પષ્ટતા નથી કરાઈ. ચાર્જશીટ મુજબ મિર્ઝાને રાત્રે 11 વાગ્યેને 28 મિનિટે પોતાને ‘ફરારી’ ગણાવનારા શખસ પાસેથી મેસેજ મળ્યો, ઠીક છે, મોદીને સ્નાઈપર રાઈફલથી મારીએ. એટીએસે જણાવ્યું કે ઘણાં સંદિગ્ધ સાક્ષી બની ગયા જેના કારણે આ ધરપકડ શક્ય બની.