New Delhi: Prime Minister Narendra Modi pays tribute to former prime minister Atal Bihari Vajpayee, at his Krishna Menon Marg residence, in New Delhi on Thursday, Aug 16, 2018. Vajpayee, 93, passed away at AIIMS hospital after a prolonged illness. (PTI Photo/Manvender Vashist) (PTI8_16_2018_000264B)

ભારત રત્ન અને ત્રણ વાર વડાપ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીજીનો પાર્થિવ દેહ કૃષ્ણ મેનનમાર્ગ પાસે આવેલા તેમના ઘરે રાખવામાં આવ્યો હતો. હવે તેમના દેહને અંતિમ દર્શન માટે ભાજપ હેડક્વાર્ટર લાવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ભાજપ હેડક્વાર્ટર પહોંચી ગયા છે. ભાજપ હેડક્વાર્ટરથી જ અટલજીની અંતિમ યાત્રા શરૂ કરવામાં આવશે. રાજઘાટ પર મહાત્મા ગાંધીની સ્મૃતિ સ્થળ નજીક વાગ્યે અટલ બિહારી વાજપેયીજીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અટલજીના અંતિમ દર્શન માટે ગઈ કાલે મોડી રાતે સુધી અને આજે વહેલી સવારથી જ ઘરની બહાર લાંબી લાઈન જોવા મળી રહી હતી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ શુક્રવારે અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂવડાપ્રધાન નરેન્દ્ર મોદીયુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.