હરીધામ સોખડા સ્થિત યોગી ડીવાઇન સોસાયટી સ્વામીનારાયણ સંપ્રદાયના સંત પૂજ્ય પુરૂષોત્તમ ચરણદાસ (કોઠારી સ્વામી) સોમવારે વહેલી સવારે 79 વર્ષે અક્ષરનિવાસી થયા છે.કોઠારી સ્વામી છેલ્લા છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા.  તેમના બ્રહ્મલીન થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં હરીભક્તો સોખડા ખાતે પહોંચ્યા હતા.  1961માં યોગી મહારાજે 51 સંતોને દીક્ષા આપી હતી. જેમાં એક પુરૂષોત્તમ ચરણદાસ સ્વામી હતા. પુરૂષોત્તમ ચરણદાસ સ્વામીનો જન્મ સૌરાષ્ટ્રના માણાવદર ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓને આદ્યાત્મિકતાની લગન લાગી હતી. અને 1961માં તેમણે યોગી મહારાજ પાસે દીક્ષા લીધી હતી.