હવે 44 ભાષાઓમાં જોઈ શકાશે ફેસબુકની કોઈ પણ પોસ્ટ

0
517

દુનિયા ફરતે 170 કરોડથી પણ વધુ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. એમાં માત્ર અડધા ભાગના લોકો જ અંગ્રેજી બોલે છે. જ્યારે કે બાકીના કરોડો લોકો ડઝનબંધ ભાષાઓ બોલે છે.એવામાં એકબીજાના પોસ્ટ વાંચવાની વાત તો દૂર રહી, પરંતુ એને સમજવી પણ મુશ્કેલ છે. ફેસબુક હવે આ સ્થિતિને બદલવાની કોશિશ કરી રહ્યું છે.ફેસબુક પર જો કોઈ એવી પોસ્ટ જોવા મળે જેની ભાષા તમે સમજી શકતા નથી તો તેને તરત જ ભાષાંતર કરી શકાશે.જોકે એને ભાષાંતર કરવાની ગુણવત્તા કામચલાઉ હોય છે અને જેને તમે સમજી શકતા નથી કેમ કે એનો ખરો અર્થ નથી નીકળતો.પોતાના ન્યુઝ ફીડને અને એને ઉત્તમ બનાવવા માટે, જો તમે સહમત હો તો ફેસબુક તમારા પોસ્ટ 44 ભાષાઓમાં ટ્રાન્સલેટ કરી શકે છે.દુનિયાભરમાં ફેસબુક પર કોઈ પણ કેમ ન હોય કંપનીઓ કોશિશ કરી રહી છે કે તેઓ એકબીજા સાથે વાત કરી શકે. તેઓ વચ્ચે અલગ અલગ ભાષાઓ ન આવવી જોઈએ. બ્રાઝિલ અને જર્મનીના ફુટબોલ પ્લેયર અથવા અમેરિકાના કોઈ પોપ સિંગર પણ પોતાની ભાષામાં પોસ્ટ કરે તો તમે તેને અંગ્રેજી અથવા હિન્દીમાં વાંચી શકો છો.

LEAVE A REPLY

20 − eleven =