હું FBI, વિકિલીક્સ અને રશિયન હેકર્સના કારણે ચૂંટણી હારી છું : હિલેરી ક્લિંટન

0
695

ભૂતપૂર્વ વિદેશી મંત્રી હિલેરી ક્લિન્ટને ગત વર્ષે 8 નવેમ્બરે યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલી પોતાની હાર માટે એફબીઆઇ, વિકિલીક્સ અને રશિયન હેકર્સને જવાબદાર ગણાવ્યા છે. હિલેરીએ ન્યૂયૉર્કમાં વર્તમાન રાજકીય મુદ્દાઓ પર ‘વુમન ફૉર વુમન ઇન્ટરનેશનલ ફોરમ’ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ કે, ‘જો ચૂંટણી 27 ઑક્ટોબરે યોજાઇ હોત તો આજે હું તમારી રાષ્ટ્રપતિ હોત. પરંતુ તેવું ન થયુ, ચૂંટણી 28 ઑક્ટોબરે યોજાઇ અને તે દરમિયાન ઘણી અજીબોગરીબ પ્રવૃતિઓ થઇ રહી હતી.
હિલેરીએ કહ્યુ, ‘તે એક પરિપૂર્ણ અભિયાન ન હતુ. હું જીતવાની જ હતી. પરંતુ 28 ઑક્ટોબરનો જિમ કૉમેનો પત્ર તેમજ વિકિલીક્સના ખુલાસાએ મને મત આપવા ઇચ્છતા લોકોના મગજમાં શંકા જન્માવી દીધી, ત્યારબાદ તેઓ શંકાથી ઘેરાઇ ગયા.’ હિલેરીએ કહ્યુ કે આ ઘટનાઓ સાથે સંકળાયેલા પુરાવાઓ પ્રભાવિત કરે તેવા હતા.
હિલેરીએ કહ્યુ, ‘પોતાની જાતને પૂછો, ‘હૉલીવુડ એક્સેસ’ ટેપ સાર્વજનિક થતા જ એક-બે કલાકમાં જ રશિયા દ્વારા ચોરી કરવામાં આવેલા જૉન પેડસ્ટાના ઇમેલ વિલિલીક્સ પર આવી ગયા. શું સંજોગ છે? મારો કહેવાનો અર્થ એ છે કે તમે એમ જ કંઇ પણ જાણ્યા વગર વાતો ન બનાવી શકો.’ ઉત્તર કોરિયા પર એક સવાલના જવાબમાં હિલેરીએ કહ્યુ કે તેના પર ક્ષેત્રીય પ્રયત્નો કરવાની જરૂર છે.

LEAVE A REPLY

five + eight =