૨.૩૦ સેકન્ડ્સમાં ૯૬ કિમીની સ્પીડે દોડતી ૧૦૫૦ હોર્સપાવરની કારની શોધ

0
1505

એક રહસ્યમય ઈલેક્ટ્રિક કાર કંપની ફેરાડે ફ્યુચરે ખમતીધર કાર કંપની ટેસલા માટે પણ પડકારૂપ પોતાનું પ્રથમ વ્હીકલ રજૂ કર્યું છે. આ કારની સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. એફએફ૯૧ નામની આ કારને ‘વાહનના એક નવા જ વંશ’ તરીકે નામના મળી રહી છે. લાસ વેગાસ ખાતે આયોજિત કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શોમાં તે રજૂ કરવામાં આવી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સેલ્ફ ડ્રાઈવિંગ ક્ષમતાઓથી પૂરેપૂરી સજ્જ આ કારને ફેરાડે સુપર ફાસ્ટ એફએફ૯૧ નવી પ્રજાતિનું વાહન જ ગણાવે છે.

ફેરાડે ફ્યુચરની આ ગ્રાઉન્ડબ્રેકિંગ કાર ટેસલાની મોડેલ એક્સ અને મોડેલ એસ કાર કરતાં વધુ ઝડપથી એક્સલરેટ કરી શકે છે. એફએફ૯૧ કાર વિવિધ સેન્સર્સથી સજ્જ છે કેમેરા, રડાર, થ્રીડી રડાર અને ફેસિયલ રેકગનીશન પણ સામેલ છે. એડજસ્ટેડ ઈપીએ રેન્જ પર તે ૩૭૮ માઈલ્સનું અંતર કાપી શકે છે. અર્થાત લાસ વેગાસથી સિલિકોન વેલી (અંદાજે ૬૪૦ કિમી) સિંગલ ચાર્જથી જ પહોંચી શકાય છે. તે ૧૦૫૦ હોર્સપાવર અથવા કહો કે ૭૮૩ કિલોવોટ ધરાવે છે. FF 91 કાર 2.39 સેકન્ડ્સમાં 0 થી 96 કિમી પ્રતિ કલાકની સ્પીડ ધરાવે છે:
એફએફ૯૧ની સ્પીડ તેને વિશ્વનું સૌથી ઝડપી વાહન બનાવે છે. એન્જિનિયરીંગ એક્ઝિક્યુટિવ નીક સેમ્પસને કહ્યું હતું કે આ કાર મોબિલિટીના નવા યુગનો પ્રારંભ છે. કાર કંપનીના જણાવ્યા પ્રમાણે આ કાર એક ઈન્ટેલિજન્ટ પ્રોડક્ટ તરીકે પણ ડિઝાઈન કરવામાં આવી છે. કારના માલિક અને પેસેન્જર્સને ઓળખી શકે છે, જે પર્સનલાઈઝ્ડ એફએફઆઈડી એકાઉન્ટ્સથી શક્ય બનશે.
એફએફ૯૧ એ વિશ્વની પ્રથમ ટ્રુલી કનેક્ટેડ કાર પણ ગણાઈ રહી છે. તમે સ્પર્શ કે અવાજથી જ મેસેજિંગ, ઓડિયો અને એપ્સ એક્સેસ કરી શકો છો. એટલું જ નહીં, તે વિવિધ સ્ક્રીન્સ સાથે કન્ટેન્ટ પણ દર્શાવી શકે છે. તમને લિવિંગ રૂમમાંથી તમારી કારમાં પણ જવાની સુવિધા આપે છે. તેના એરોડાયનેમિક એન્ટેના વાઈફાઈ તરીકે અને અનેક મોડેમ્સ તરીકે કામ કરે છે, જે આ કારને મોસ્ટ કન્વીનિયન્ટ હોટસ્પોટ ઓન અર્થ બનાવે છે. આ કાર પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સતત શીખતી રહે છે, જેનો લાભ તેના માલિકને મળે છે. તે ડ્રાઈવરની પ્રાથમિકતાઓને આવકારે છે. તમારા પર્સનલાઈઝ્ડ સેટિંગ્સ તમે જ્યારે પણ કાર ચલાવો ત્યારે એ અપડેટ કરે છે અને તમારી ફેવરિટ કન્ટેન્ટ સાથે સતત સિન્ક થાય છે. કારમાં દરેક સીટ બેસનાર માટે વિશિષ્ટ રીતે અનુકુળ બની શકે છે.

LEAVE A REPLY

3 × 1 =