મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે શનિવાર, 17 જૂને સરદાર સરોવરની મુલાકાત લીધી હતી અને દરવાજા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડૅમના દરવાજા બંધ કરવાની પરવાનગી આપી હતી. દરવાજા જરૂર બંધ થયા છે, પણ સાથે ગુજરાતના વિકાસ માટેનાં દ્વાર ખૂલ્યાં છે. આ પ્રોજેક્ટ ગુજરાતની જીવાદોરી છે. ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે.’
નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમના શિલારોપણનાં ૫૬ વર્ષ બાદ કેન્દ્ર સરકારે ડૅમના દરવાજા બંધ કરવાની પરવાનગી ગુજરાતને આપી હતી. આ સાથે સરદાર સરોવર પ્રોજેક્ટનું કામ પૂરું થયું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે શનિવાર, 17 જૂને સરદાર સરોવરની મુલાકાત લીધી હતી અને દરવાજા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડૅમના દરવાજા બંધ કરવાની પરવાનગી આપી હતી. દરવાજા જરૂર બંધ થયા છે, પણ સાથે ગુજરાતના વિકાસ માટેનાં દ્વાર ખૂલ્યાં છે. આ પ્રોજેક્ટ ગુજરાતની જીવાદોરી છે. ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે.’
આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાત દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો નિયમિત કરતાં હોય છે; પણ હવે ડૅમમાંના પાણીના વિશાળ જથ્થાને લીધે રાજ્યની પાણીની સમસ્યા ઉકેલાઈ જશે.
સરદાર સરોવર ડૅમ પ્રોજેક્ટનું શિલારોપણ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૬૧માં કર્યું હતું અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એના દરવાજા બંધ કરવાની પરવાનગી ગઈ કાલે આપતાં આ પ્રોજેક્ટ ૫૬ વર્ષે પૂરો થયો હતો.
૧૯૬૧માં શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં અનેક કારણોસર વિલંબ થતો રહ્યો હતો. એમાંનું એક મુખ્ય કારણ સામાજિક કાર્યકર મેધા પાટકરના વડપણ હેઠળનું નર્મદા બચાઓ આંદોલન હતું. પર્યાવરણ અને અસરગ્રસ્તોના પુનર્વસનના મુદ્દે નર્મદા બચાઓ આંદોલનના કાર્યકરોએ સર્વોચ્ચ અદાલતમાંથી સ્ટે મેળવ્યો એ પછી ૧૯૯૬માં આ પ્રોજેક્ટનું બાંધકામ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ૨૦૦૦ના ઑક્ટોબરમાં ડૅમની તરફેણમાં આદેશ આપ્યો એ પછી કામકાજ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. જોકે અસરગ્રસ્તોનું પુનર્વસન કરવામાં આવશે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવશે એવી શરતે ડૅમની ઊંચાઈ તબક્કાવાર વધારવાની પરવાનગી આપી હતી.
દરવાજા બંધ કરવાની સાથે દેશનાં સૌથી મોટાં જળાશયો પૈકીના એક સરદાર સરોવર ડૅમની ઊંચાઈ ૧૩૮ મીટરની થશે અને એની પાણી સમાવવાની ક્ષમતા ૪૭.૫૦ કરોડ ક્યુબિક મીટર થશે. હાલ ડૅમની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટરની છે અને એની પાણી સમાવવાની ક્ષમતા ૧૨.૫ કરોડ ક્યુબિક મીટરની છે.
સરદાર સરોવર બંધને લીધે ગુજરાતના ૧૫ જિલ્લાના ૭૩ તાલુકામાંનાં ૩૧૧૨ ગામોને આવરી લેતી ૧૮.૪૫ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા કનૅલ નેટવર્ક મારફત ઉપલબ્ધ થશે.
રાજસ્થાનના વ્યૂહાત્મક બાડમેર અને જાલોર જિલ્લાઓમાંની ૨,૪૬,૦૦૦ હેક્ટર જમીનમાં તેમ જ મહારાષ્ટ્રના આદિવાસી પર્વતીય વિસ્તારની ૩૭,૫૦૦ હેક્ટર જમીનમાં પણ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે.
સરદાર સરોવર પ્રોજેક્ટમાં બે પાવર-હાઉસ છે. એમાં રિવર બેડ પાવર-હાઉસ અને કનૅલ હેડ પાવર-હાઉસનો સમાવેશ છે. બન્નેની સ્થાપિત ક્ષમતા અનુક્રમે ૧૨૦૦ મેગાવૉટ અને ૨૫૦ મેગાવૉટ વીજળીના ઉત્પાદનની છે. અહીં ઉત્પાદિત વીજળીમાંથી ૫૭ ટકા હિસ્સો મધ્ય પ્રદેશને, ૨૭ ટકા હિસ્સો મહારાષ્ટ્રને અને ૧૬ ટકા હિસ્સો ગુજરાતને મળશે. દેશની વેસ્ટર્ન ગ્રિડમાં હાલ મર્યાદિત પ્રમાણમાં જળવિદ્યુત ઉત્પાદન થાય છે, પણ આ બન્ને પાવર-હાઉસને લીધે વેસ્ટર્ન ગ્રિડને પણ વધારાની વીજળી મળશે.
નર્મદા યોજના માટે મોદીએ ઉપવાસ કર્યા હતા
કેન્દ્રની કોંગ્રેસના વડપણ હેઠળની તત્કાલીન યુપીએ સરકાર સમક્ષ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સરદાર સરોવર ડેમની કામગીરી આગળ ધપાવવાના ટેકામાં ઉપવાસ પણ કર્યા હતા.૧૬મી એપ્રિલ ૨૦૦૬માં નરેન્દ્ર મોદીએ ૫૧ કલાકના ઉપવાસ કર્યા હતા. આ ઉપવાસ વખતે પણ તેમણે યુપીએ સરકાર સરદાર સરોવર યોજના માટેનું પોતાનું વલણ નક્કી કરે તેવી પણ માગણી કરી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમના ગેટની ઉંચાઇ ૧૧૦.૬૪ મીટર પરથી વધારીને ૧૨૧.૯૨ મીટર કરવા દેવામાં આવે. જોકે તે વખતની કેન્દ્ર સરકારમાં ગુજરાતની કોઇ વાત સાંભળવામાં ન આવતા નરેન્દ્ર મોદીએ ઉપવાસ કર્યા હતા.  અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા કા બંધ નહિ રુકેગા, ગુજરાત નહિ ઝુકેગાના બેનર સાથે ઉપવાસ શરૃ કર્યા હતા.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનામાં વિલંબ એ એક કાવતરૃ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નાગરિકોને સંબોધતા તેમણે એમ પણ જણાવ્યુું હતુંકે, તમારે નક્કી કરવાનું છેકે, તમારે નર્મદા બચાવો આંદોલનના મેધા પાટકર કે મેગાવોટને ટેકો આપવો છે. સાધુ સંતો મહંતો પણ નરેન્દ્ર મોદીના ઉપવાસ કાર્યક્રમમાં જોડાયા હતા.
નર્મદા યોજનામાં ટ્રિબ્યૂનલ, કંટ્રોલ ઓથોરિટી અને તેના વિવિધ પેટાજુથોની મંજૂરીઓ અપાવ્યા, અટકાવ્યાના મુદ્દે ગુજરાતમાં ભાજપ- કોંગ્રેસ વચ્ચેના રાજકારણની નવાઈ નથી ! આમ છતાંય, મેઘા પાટકર અને નર્મદા વિરોધીઓ સામે રાજ્યની તમામ વિચારધારા એકમંચ ઉપર રહી છે. એટલુ જ નહી, ગુજરાત સરકારના નર્મદા વિભાગને ફાળવવામાં આવતા બજેટ સામે કોંગ્રેસ અને ભૂતકાળમાં ભાજપ વિપક્ષમાં હતો ત્યારે તેનો વિરોધ નહી કરવાની ઉચ્ચ પરંપરાઓ પણ વિધાનસભામાં સ્થાપિત થઈ છે. આ યોજના માટે ક્યારેય કાપ દરખાસ્ત આવતી નથી !

LEAVE A REPLY

16 − thirteen =