નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં બેંકો સાથે ૭૧,૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ૬૮૦૦ કેસ નોંધવામાં આવ્યા હતા તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. ૨૦૧૭-૧૮માં ૪૧,૧૮૭.૦૩ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ૫૯૧૬ કેસો નોંધવામાં આવ્યા હતાં.

આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં શિડયુલ્ડ કોમર્શિયલ બેંકોમાં ૭૧,૫૪૨.૯૩ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ૬૮૦૧ કેસો નોંધવામાં આવ્યા હતાં. છેલ્લા વર્ષની સરખામણીમાં છેતરપિંડીની રકમમાં ૭૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.

રિઝર્વ બેન્કે જારી કરેલા આંકડા અનુસાર છેલ્લા ૧૧ નાણાકીય વર્ષોમાં કુલ ૨.૦૫ લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં કુલ ૫૩,૩૩૪ કેસો નોંધવામાં આવ્યા હતાં. નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯માં ૧૮૬૦.૦૯ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ૪૩૭૨ કેસો નોંધવામાં આવ્યા હતાં.

નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૦માં કુલ ૧૯૯૮.૯૪ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ૪૬૬૯ કેસો નોંધવામાં આવ્યા હતાં. ૨૦૧૦-૧૧માં ૩૮૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ૪૫૩૪ કેસો જ્યારે ૨૦૧૧-૧૨માં ૪૫૦૧.૧૫ કરોડની છેતરપિંડીમાં કુલ ૪૦૯૩ કેસો નોંધવામાં આવ્યા હતાં.

નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં ૮૫૯૦.૮૬ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ૪૨૩૫ કેસો નોંધવામાં આવ્યા હતાં. ૨૦૧૩-૧૪માં ૧૦,૧૭૦.૮૧ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ૪૩૦૬ કેસો નોંધવામાં આવ્યા હતાં.

નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૯,૪૫૫,૦૭ કરોડ રૂપિયાની છેતરપિંડીમા ૪૬૩૯ કેસો નોંધવામાં આવ્યા હતા. ૨૦૧૫-૧૬માં ૧૮,૬૯૮.૮૨ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ૪૬૯૩ કેસો નોંધવામાં આવ્યા હતાં. ૨૦૧૬-૧૭માં ૨૩,૯૩૩.૮૫ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ૫૦૭૬ કેસો નોંધવામાં આવ્યા હતાં.