સંયુકત રાષ્ટ્ર બાલ કોષ (યુનિસેફ)એ નવા વષૅના પહેલા દિવસે જન્મ લેનાર બાળકોનો એક અંદાજ જાહેર કર્યો છે. આ ડેટા પ્રમાણે પહેલી જાન્યુઆરીએ સમગ્ર દુનિયામાં ૩,૯પ,૦૭ર બાળકોનો જન્મ થયો છે. તેમાં સૌથી વધારે એટલે કે ૧૮ ટકા પ્રમાણે ભારતમાં ૬૯,૯૪૪ બાળકોનો જન્મ થયો છે. યૂનિસેફના જણાવ્યા પ્રમાણે સમગ્ર દુનિયામાં જનમેલા બાળકોમાંથી પ૦ ટકા બાળકોનો જન્મ સાત દેશમાં નોંધવામાં આવ્યો છે.
દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતા ચીનમાં ૪૪,૯૪૦, નાઈજીરિયામાં રપ,૬૮પ, પાકિસ્તાનમાં ૧પ,૧૧ર, ઈન્ડોનેશિયામાં ૧૩,રપ૬, અમેરિકામાં ૧૧,૦૮૬, કોન્ગોમાં ૧૦,૦પર અને બાંગ્લાદેશમાં ૮,૪ર૮ બાળકોનો જન્મ થયો હોવાનો અંદાજ છે. યૂનિસેફના રિપોટૅ પ્રમાણે ર૦૧૭ના વષૅમાં ૧૦ લાખ બાળકોના મોત તેમના જન્મના પહેલાં જ દિવસે થઈ ગયા હતા. આ સિવાય અંદાજે રપ લાખ બાળકો એવા હતા જેમનું મોત જન્મના પહેલાં એક મહિનામાં જ થઈ ગયું હતું.
તેમાં મોટા ભાગના બાળકોનો મોત સમય પહેલાં જન્મ થયો હોવાથી, ડિલીવરી દરમિયાન અડચણ આવી હોવાથી અને સેપ્િસસરુનિમોનિયા જેવા ઈન્ફેકશનના કારણે થયા હતા. આ વિશે યૂનેસફનું કહેવું છે કે, મેડિકલ ક્ષેત્રે વિકાસ સાથે બાળકોના મોતના આ કારણો ટાળી શકાય છે. ર૦૧૯માં બાળ અધિકાર સંમેલન શરૂ થયે ૩૦ વષૅ પૂરા થશે. યૂનિસેફ તે માટે સમગ્ર વષૅ દરમિયાન વિવિધ કાયૅક્રમ રાખશે. આ સંમેલનમાં અંતૅગત સરકાર બાળકોને સારી સ્વાસ્થય સેવાઓ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.