ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2020 ICC ટી-20 વર્લ્ડ કપ (મહિલા-પુરૂષ)ના શેડ્યુલની ઘોષણા કરી છે. આ વર્લ્ડ કપનું હોસ્ટિંગ ઑસ્ટ્રેલિયા કરશે. ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના 7 શહેરોમાં આ મેચો રમાશે. પુરૂષોની સ્પર્ધા 18 ઑક્ટોબર શરૂ થશે અને 15 નવેમ્બરે મેલબોર્નમાં ફાઈનલ સાથે તે પુરી થશે.
મહિલા ટી-20 વર્લ્ડ કપ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે રમાશે અને ફાઈનલ મેચ 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસે મેલબર્નમાં રમાશે.
તેના 7 મહિના બાદ પુરુષોનો ટી-20 વર્લ્ડ કપ યોજાશે. આ વખતે પહેલીવાર મહિલા અને પુરુષ ટી-20 વર્લ્ડ કપ અલગ અલગ યોજાશે, અત્યાર સુધી આ ટુર્નામેન્ટ એક સાથે જ રમાતી રહી છે.
પુરૂષોની વર્લ્ડ કપનું આયોજન 7 શહેરોમાં થશે અને તેમાં 16 ટીમો વચ્ચે 45 મેચ રમાશે.
7 શહેરોમાં પર્થ, એડિલેડ, મેલબોર્ન, હોબાર્ટ, સિડની, બ્રિસ્બેન અને ગીલોન્ગનો સમાવેશ થાય છે.