બેંકોને ચૂનો લગાડીને પરદેશ જતા રહેનારા ભાગેડુઓ પૈકી વધુ એકની વિદેશમાં ધરપકડ થઈ છે. મની લોન્ડરિંગના આરોપી અને સ્ટર્લિંગ બાયોટેકના હિતેશ પટેલની અલબાનિયા નામના દેશમાં ધરપકડ કરવામાં આવી છે.8100 કરોડના છેતરપિંડી કેસમાં હિતેશ પટેલ વોન્ટેડ છે.તેના પર 5000 કરોડ રુપિયાનો મની લોન્ડરિંગનો પણ કેસ છે.

તેની સામે 11 માર્ચે રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી હતી. હિતેશ પટેલની 20 માર્ચે અલબાનિયાના નેશનલ ક્રાઈમ બ્યુરોએ ધરપકડ કરી હતી. સૂત્રોનુ કહેવુ છે કે બહુ જલ્દી તેને ભારત સરકારને સોંપી દેવાશે.પહેલા એવી જાણકારી મળી હતી કે હિતેશ પટેલ અમેરિકામાં છે.જોકે તે અલબાનિયામાંથી પકડાયો છે.

વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના માલિક નિતિન સાંડેસરા, તેમનો ભાઈ ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા, હિતેશ પટેલ , સીએ હેમંત હાથી, રાજભૂષણ દિક્ષિત અને વચેટિયો ગગન ધવન 8100 કરોડના બેંક લોન કૌભાંડમાં તપાસથી બચવા માટે ફરાર થઈ ગયેલા છે.