એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ પોતાની પત્ની મેકેંજી બેઝોસને છૂટાછેડા આપી રહ્યા છે. તેમણે બુધવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, તેઓ તેમના પત્નીને છૂટાછેડા આપી રહ્યા છે. જેફ અને મેકેંજી ૨૫ વર્ષ પહેલા લગ્નગ્રંથીએ જોડાયા હતા. બ્લૂમબર્ગ અનુસાર, બેઝોસ પાસે ૧૩૭ અરબ ડોલરની સંપત્તિ છે. તેઓ દુનિયાના સૌથી અમિર વ્યક્તિ છે. વર્ષ ૨૦૧૯માં જેફ બેઝોસે એમેઝોનની સ્થાપના કરી હતી.
બેઝોસ દંપત્તિએ ટ્વિટર પર નિવેદનમાં જણાવ્યું કે, જેમ કે અમારો પરિવાર અને અમારા નજીકના મિત્રો જાણે છે તેમ પ્રેમ ભર્યા એક લાંબા સફર અને છૂટાછેડાની પ્રક્રિયા બાદ અમે બંનેએ એકબીજાની સંમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. અમે આગળ પણ મિત્રોની જેમ જ રહીને જીવન પસાર કરીશું.
મેકેંજી બેઝોસ એમેઝોનની પહેલી કર્મચારી હતી. જેફ અને મેકેંજીની મુલાકાત ડી.ઈ. શો દરમિયાન થઈ હતી. આ મુલાકાત એમેઝોનની સ્થાપના પહેલા થઈ હતી. તમને જણાવી દઈએ કે મેકેંજી એક નવલકથાકાર છે. તેમણે ધી ટેસ્ટિંગ ઓફ લૂથર અલબ્રાઈટ અને ટ્રેપ્સ સહિત ઘણા પુસ્તકો લખ્યા છે.