New Delhi: An ambulance carries the victims of a fire at a factory in Rani Jhansi Road, in New Delhi, Sunday, Dec. 8, 2019. At least 43 people were killed and several others injured in the mishap. (PTI Photo/Vijay Verma)(PTI12_8_2019_000109B)

ઉત્તર દિલ્હીમાં અત્યંત ભીડવાળા વિસ્તારમાં રવિવારે ચાર માળની એક ગેરકાયદે ફેક્ટરીમાં આગ લાગતાં 43 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાએ દિલ્હી વાસીઓને વર્ષ 1997ની ઉપહાર સિનેમા દુર્ઘટનાની યાદ તાજી કરાવી દીધી. આ ઘટના મુદ્દે રાજકીય પક્ષો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. બીજીબાજુ પોલીસે જે ઈમારતમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની ધરપકડ કરી લીધી છે. પોલીસ અને અગ્નિશમન વિભાગના અિધકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં મોટાભાગના લોકોનું મોત શ્વાસ રૂંધાઈ જવાથી થયું છે.
ઈમારતના બીજા માળે વહેલી સવારે 5.00 વાગ્યે આગ લાગી ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા. ઈમારતમાં ફાયર સેફ્ટી ક્લિયરન્સ ન હોવાનું અગ્નિશમન વિભાગના વડાએ જણાવ્યું હતું. અગ્નિશમન દળના અિધકારીઓનું માનવું છે કે ‘ઈન્ટર્નલ સિસ્ટમ’ ટ્રબલના કારણે શોર્ટ-સર્કિટ થવાથી આગ લાગી હશે. રહેણાક વિસ્તારમાં ચાર માળની ગેરકાયદે ચાલતી ફેક્ટરીનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર લોખંડનો દરવાજો બહારથી બંધ હતો. અંદરથી લોકો બચાવો બચાવોની બૂમો પાડતા હતા.
અનેક બારીઓ બંધ હોવાથી લોકોને પણ બહાર નિકળવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડયો હતો. અનાજ મંડી વિસ્તારમાં સાંકડી ગલીઓના કારણે ફાયરફાઈટર્સને બચાવ કામગીરીમાં ભારે તકલીફોનો સામનો કરવો પડયો. તેમણે ઈમારતમાં જવા માટે બારીઓની ગ્રીલ તોડવી પડી હતી. અગ્નિશમન દળના અિધકારીઓએ જણાવ્યું કે વહેલી સવારે 5.22 કલાકે તેમને આગ લાગ્યાની સૌપ્રથમ વખત માહિતી મળી હતી.
માહિતી મળતાં જ 30 ફાયર ટેન્ડર્સ તાત્કાલિક ઘટના સૃથળે પહોંચી ગયા હતા. અંદાજે 150થી વધુ ફાયર ફાઈટર્સે સખત મહેનત કરતી ઈમારતમાંથી 63 લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. જોકે, આ ઘટનામાં 43 મજૂરોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે અગ્નીશમનદળના બે કર્મચારીઓ સહિત અનેક લોકોને ઈજા પહોંચી છે. એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર આદિત્ય પ્રતાપ સિંહે જણાવ્યું કે ઈમારતમાં વ્યાપક પ્રમાણમાં કાર્બન મોનોક્સાઈડ હતો. ત્રીજો અને ચોથો માળ ધુમાડાઓથી ભરાઈ ગયો હતો. મૃતકો અને ઈજાગ્રસ્તોને એલએનજેપી હોસ્પિટલ અને લેડી હાર્ડિનેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઈમારતમાં કામ કરતાં મોટાભાગના મજૂરો વસાહતીઓ હતા. ઈમરાતમાં કાપડની બેગ, પ્લાસ્ટિકનું કામ અને બાઈન્ડિંગનું કામ થતું હતું. દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે કહ્યું કે ઈમારતને ફાયર સર્વિસ તરફથી ફાયર ક્લિયરન્સ અપાયું નહોતું. ઈમારતમાં આગથી બચવા માટે કોઈપણ પ્રકારના ઉપકરણો નહોતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે. દિલ્હી સરકારે પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખ જ્યારે વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન ભંડોળમાંથી પ્રત્યેક પરિવારને રૂ. 2-2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
દિલ્હી સરકારે ઈજા ગ્રસ્તોને પણ રૂ. 1 લાખની સહાય તેમજ સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમણે ઈમારતના માલિક સામે કેસ નોંધ્યો છે. ઈમારતના માલિક રેહાનની ધરપકડ કરી લેવાઈ છે. રેહાન પર આઈપીસીની કલમ 304 અને 285 (બેદરકારી) હેઠળ સદોષ માનવવધ (કલ્પેબલ હોમીસાઈડ)નો કેસ નોંધાયો છે. ઈમારતનો માલિક રેહાન સવારથી ફરાર હતો.