નવસારીના લાલવાણી બંધુઓ પાસે પાંચ કરોડની ખંડણી માંગવાના કેસમાં નવસારી પોલીસે એનઆરઆઈ સહિત વધુ બે શખ્સોની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સોને આજે રેન્જ આઈજી દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. સાથે જ બન્ને આરોપીઓ પાસેથી મળી આવેલા 9 મોબાઈલ, લેપટોપ સહિતના સ્માર્ટકાર્ડ અને પાસપોર્ટ સહિતની સામગ્રી રજૂ કરી હતી.
પોલીસે રજૂ કરેલા આરોપીઓ પાસેથી પાસપોર્ટ, ઈયર ફોન, હોન્ડા સીટી કાર, નવ જેટલા મોબાઈલ અને એપલ કંપનીનું હાઈટેક લેપટોપ સાથે જ જુદી જુદી બેંકના સ્માર્ટકાર્ડ મળ્યા હતાં. સાથે જ નાયક પારસના નામનું ન્યૂજર્સીના ઓટો ડ્રાઈવર તરીકેનું ઓળખ કાર્ડ મળી આવ્યું હતું.  પોલીસે પારસ મહેશભાઈ નાયક મોલર સ્ટ્રીટ, સીકોક્સ, ન્યૂ જર્સી અમેરિકા મૂળ રહે માણેકપોરગામ બોરીયા ફળીયા તા. ગણદેવી તથા મુજફ્ફર ઉર્ફે મુજ્જુ ઉર્ફે વકીલ ઝફર અબ્બાસ મૌલવી રહે કિંગસ્ટન ટાવર, અગ્રવાલ સ્ટેટ, વસઈનાને ગોવા ખાતેથી હોન્ડા સીટી કારમાંથી ઝડપી પાડ્યા હતાં.
પારસ નાયકની પુછપરછમાં બહાર આવ્યું હતું તે પ્રેમચંદ લાલવાણી પાસે ખંડણી માંગવાના પ્રકરણમાં સાઉથ આફ્રિકામાં રહેતા અરવિંદ ઉર્ફે અજય મોહનભાઈ ગોસ્વામી સાથે સંકલાયેલ છે. આ અરવિંદ ઉર્ફે અજય મોહનભાઈ ગોસ્વામીએ પારસ મહેશભાઈ નાયકને ખંડણી અંગે કામ સોંપતા પારસે આરોપી નરેશભાઈ આહીર તેમજ આરોપી કેયુર ઉર્ફે કાનજી દેસાઈને ખંડણી મેટરમાં સાહેદોની માહિતી આપવાનું તેમજ સાહેદની હોટલ પર ફાયરીંગ કરવાનું કામ રવિ પૂજારીનો નંબર પાસ કરવાનું કામ સોંપેલ હતું.
પોલીસે અગાઉ બે શખ્સોને ઝડપી પાડી પૂછપરછ દરમિયાન ખંડણી કેસમાં મુંબઈના તાર જોડાયેલા હોવાનું જણાયું હતું. નરેશ આહીરે મુંબઈના સિક્યુરિટી એજન્સીના વ્યવસાય સાથે જોડાયેલા અખ્તર મરચન્ટને લાલવાણી બંધુઓ તથા હોરમઝ અવારીની ટીપ આપી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે અખ્તર મરચન્ટની ધરપકડ કરી હતી. નવસારી પોલીસે ધરપકડ કરાયેલા અખ્તર મરચન્ટને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે 14મીને મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

LEAVE A REPLY

7 + 13 =