1970ના દાયકામાં ઇંગ્લેન્ડ આવી વસેલા ભારતીય દંપતિના પુત્ર અંકુર શાહ દ્વારા સંચાલિત લકઝરી બ્રાન્ડ કંપની મહાબીસના માથે 26 લાખ પાઉન્ડનું દેવું થતાં વહીવટકર્તાને બોલાવવાનો વારો આવ્યો છે. બે બાજુ પહેરી શકાય તેવી ‘હીપ્સ્ટેર સ્લીપર્સ’ 70 પાઉન્ડમાં વેચનારી કંપનીના રાતોરાત પતન અને દેવાદાર થવા માટે કોઇ કારણ નથી અપાયું પરંતુ કંપનીના બોસ અંકુર શાહે બે મહિના પહેલાં જ ‘નાઇક અોફ ડાઉન્ટાઇમ’ ઉભા કરવાના બણગા માર્યા હતા.
લંડનની કીંગ્સ કોલેજમાં કાયદાનો અભ્યાસ કરી ક્રાઇમ બેરીસ્ટર બનેલા અંકુર શાહે એક પબમાં બેઠા બેઠા માર્કેટીંગ અેજન્સી શરૂ કરવાની શરત માર્યા બાદ વકીલાત છોડી દીધી હતી અંકુર શાહે વોડાફોન સોની પેરામાઉન્ટ સાથે વેપાર કરી ચૂકનાર ટેકલાઇન્ટમેન્ટ નામની કંપની 2010માં લાકો પાઉન્ડમાં વેચાયાનું જાણ્યા બાદ ચાર વર્ષ પૂર્વે ‘મહાબીસ’ નામની કંપની શરૂ કરી હતી. તે દરમ્યાન તેણે અનુભવ્યું કે ઘણાબધા લોકો સ્લીપર્સ માટે અોનલાઇન ઇન્કવાયરી કરે છે. અંકુરશાહે યુવા કસ્ટમરોને આકર્ષવા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો અને અંકુરશાહના 70 પાઉન્ડના હીપ્સ્ટેર સ્લીપર્સ 44 દેશોમાં વેચવા લાગ્યા આ પછી લોન્જવેર ઘડીયાળો, બેકપેક અને કેન્ડલ સહિતની આઇટેમોનું વેચાણ કરતા મહાબીસે કંપનીના ત્રીજા વર્ષમાં બે કરોડ પાઉન્ડનું વેચાણ કર્યું હતું.
અંકુર શાહે એવા બણગાં માર્યા હતા કે તે સ્પેનીશ હોલીડે રીસોર્ટમાં રહીને પોતાનો ધંધો કરવા માંગે છે 26 લાખ પાઉન્ડનું દેવું થયા બાદ કંપનીની વેબસાઇટ ઉપર કંપની એડમીની સ્ટ્રેશનમા જવા માટે ગ્રાહકોની માફી માંગવામાં આવી છે. વહીવટીકર્તાઅો આવી જતાં કંપનીના વેપાર બંધ કરાવા તથા ગ્રાહકોને રીફન્ડ નહીં મળે તેમ જણાવ્યું છે.