A Suitable Boy Photographer: TAHA AHMAD
  • અમિત રોય દ્વારા

વિક્રમ શેઠની 1,366 પાનાની ક્લાસિક નવલકથા ‘અ સ્યુટેબલ બોય’ પર એંડ્ર્યુ ડેવિસ દ્વારા એડપ્ટેડ અને ઓસ્કર અને બાફ્ટા નોમિનેટેડ ડિરેક્ટર મીરા નાયર દ્વારે હેલ્મિગ કરાયેલી તેમજ 6 એપીસોડની તા. 26 જુલાઇથી બીબીસી વન પર રાત્રે 9 કલાકે શરૂ થયેલી ‘અ સ્યુટેબલ બોય’ ટીવી પીરીયડ ડ્રામા સીરીઝના પ્રીમિયરને અદ્ભૂત સફળતા સાથે સારી સમીક્ષાઓ મળી રહી છે. આ સુપરડુપર સીરીઝને કઇ રીતે એડપ્ટ કરી તે અંગે એન્ડ્ર્યૂ ડેવિસે ગયા અઠવાડિયે મંગળવારે (તા. 21) ઝૂમ વેબિનારમાં મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.

ડેવિસે જણાવ્યું હતું કે “નવલકથા માટે જાણીતા વિક્રમ શેઠ સાથે કામ કરવું હંમેશાં થોડું મુશ્કેલ બનતું હતું, પરંતુ નવલકથા વાંચીને મને થયું કે જેમણે આટલી વિનોદી, મનોરંજક અને માનવ રસથી ભરપૂર વાર્તા લખી છે તેમને મળવું જ જોઇએ. અમે લંચ વખતે ચાર કલાક સાથે રહ્યા, તેના અંત સુધીમાં હું એકદમ દારૂના નશામાં હતો, પણ મને લાગે છે કે અમે મક્કમ મિત્રો બન્યા હતા.”

તેમણે દિગ્દર્શક મીરા નાયર સાથેના તેમના સહયોગને “મહાન” ગણાવતા કહ્યું હતું કે “મીરા ખરેખર અભિભૂત કરી દે છે, ખરેખર, ઘણા વધુ વિચારો સાથે પટકથાને ખૂબ સમૃદ્ધ બનાવે છે. મને લાગે છે કે તેણીએ સૌથી વધુ સારૂ કામ રાજકારણને રજૂ કરીને અને વિવિધ પાત્રોની ધાર્મિક પાશ્ચાદભૂને પણ ઘણા ઉંડાણથી રજૂ કરીને ખૂબ જ સમૃદ્ધ ચિત્ર રજૂ કર્યું છે.”

ટીવી વિવેચકોમાં, ડેઇલી મેઇલના ક્રિસ્ટોફર સ્ટીવન્સે પ્રથમ એપિસોડ જોઇને ફાઇવ સ્ટારથી સન્માનિત કરતાં જણાવ્યું હતું કે “આ મહાન પુસ્તકને સ્ક્રીન પર શાનદાર રીતે રજૂ કરવા બીબીસીએ એક અસાધારણ કાસ્ટને ભેગા કર્યા છે. તે બધામાં શ્રેષ્ઠ છે બોલીવુડની અભિનેત્રી તબ્બુ – જે મોહક સઇદા બાઇને ભજવે છે. સીરીઝમાં કપડાં, બગીચાઓ અને શેરીઓમાં દેખાતા રંગો ગતિશીલ છે. ધાર્મિક ઉત્સવમાં ભવ્ય દ્રશ્યો જણાયા હતા. ટીવી ડ્રામા આટલું બધું કેલિડોસ્કોપિક ક્યારેય નથી દેખાયુ.”

ડેઇલી ટેલિગ્રાફમાં, અનિતા સિંહે 1951માં સેટ કરેલી વાર્તા વિશે કહ્યું હતું કે “પચાસના દાયકાના ડ્રામાને પ્રેમથી ફરીથી બનાવવામાં આવ્યો છે. તે બધા ખૂબ જ રોમેન્ટિક છે. જો તમને લાગે કે આ થોડુંક ઈનક્રેડિબલ ઇન્ડિયા ટૂરિસ્ટ એડવર્ટ જેવી લાગે છે – બધું ખૂબસૂરત છે.”

રેડિયો ટાઇમ્સમાં, ફ્લોરા કેરે સ્વીકાર્યું હતું કે “વિક્રમ શેઠની નવલકથાને રજૂ કરનાર શોના સર્જકો પર હું પહેલેથી જ આશ્ચર્યચકિત થઈ છું. હું વાર્તા અને પાત્રોમાં ખોવાઈ ગઇ હતી. એક વાર પણ મને લાગ્યું ન હતું કે મારે સ્પાર્ક નોટ્સ પર નજર નાખવાની જરૂર છે.”

ઈન્ડિપેન્ડન્ટમાં એડ કમિંગે જણાવ્યું હતું કે “અ સ્યુટેબલ બોય તેજસ્વી અને સમજી શકાય તેવો ડ્રામા છે, જે મીરા નાયરની સ્વાભાવિક દિશા માટે ડેવિસની સારી પ્રશિક્ષિત આંખને આભારી છે.”

વેબિનાર દરમિયાન ડેવિસે જણાવ્યું હતું કે “આ નવલકથામાં ઘણું બધું છે. તેમાં જરા પણ ખામી નથી. ત્યાં કંટાળાજનક બિટ્સ નથી, ત્યાં કોઈ નીરસ દ્રશ્યો નથી અને કંટાળાજનક સબપ્લોટ્સ નથી. પાત્રો લતા, માન અને સઇદા બાઈ તમને સૌથી વધુ ગમે તેવા છે. તે સમયની ભારતની વાર્તા સચોટ રીતે રજૂ થઇ છે.’’