બ્રિટિશ-મુસ્લિમ સેલીબ્રીટીઝે ઇદ પ્રસંગે ખાસ વીડિયો બનાવ્યો

0
109

અગ્રણી બ્રિટિશ-મુસ્લિમ સેલીબ્રીટીઝના જૂથે ઇદ પ્રસંગે એક ખાસ વીડિયો બનાવ્યો છે, જે મુસ્લિમ સમુદાયને ઇદની મહત્વપૂર્ણ ઉજવણી માટે પ્રોત્સાહિત કરવા અને સામાજિક અંતર, આરોગ્ય અને સલામતીનાં પગલાં અંગેની સરકારની કેટલીક માર્ગદર્શિકાઓ અંગે માહિતગાર કરી કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે બનાવવામાં આવ્યો છે.

BAME સમુદાયો પર કોરોનાવાયરસની અપ્રમાણસર અસરના વ્યાપક અહેવાલો પછી આ વિડિઓઝ બનાવવામાં આવ્યો છે. ઇદનો આ વિડિઓ જોવા માટે ક્લીક કરો. https://youtu.be/E9luuLQYrFo

અભિનેતા, બ્રોડકાસ્ટર અને વીડિયો બનાવનારા પૈકીના એક આદિલ રે,OBEએ જણાવ્યું હતું કે, “આ ઇદમાં ઘણા લોકોને એવી લાલચ થશે કે એકબીજાના ઘરે અથવા પાર્કમાં ભેગા થઇએ. પણ જો બધા એવુ કરશે તો આપણને ગંભીર સમસ્યા થશે. રમજાન અને ઇદની સાચી ભાવના તરીકે આપણા મિત્રો અને પરિવારોને બીજા વિશે વિચારવાનું ચાલુ રાખવા અને કૃપા કરીને ઘરે રોકાવા પ્રોત્સાહિત કરીએ છીએ.”

આ વિડીઓમાં અરમીના ખાન, એક્ટ્રેસ, નદીયા હુસેન, શેફ, અઝહર મહમૂદ, ક્રિકેટર, મેહરીન બેગ, પ્રસ્તુતકર્તા, અબ્દુલ્લા અફઝલ, અભિનેતા, રાગેહ ઓમાર, પત્રકાર અને લેખક, મોબીન અઝહર, બ્રોડકાસ્ટર, નઝીર અફઝલ, ભૂતપૂર્વ ચિફ પ્રોસીક્યુટર, નૂરીન ખાન, બ્રોડકાસ્ટર, સક્લેન મુસ્તાક, ક્રિકેટર, મોઇન યુનિસ, પ્રાઇડ ઓફ બ્રિટન વિજેતા, કોની હક, બ્રોડકાસ્ટર, સાયરા ખાન, બિઝનેસવુમન અને પ્રેઝન્ટર અને આદિલ રે, OBE જોડાયા હતા.