ગુજરાતમાં રિકવરી રેટ 42 ટકા અને દેશમાં રિકવરી રેટ 41 ટકા છે. અમદાવાદના સિવિલમાં ઓછો રિકવરી રેટ છે જે ગંભીર બાબત છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ દર્દીના મોત સિવિલ હોસ્પિટલમાં જ થયા છે. રાજ્યમાં વધતા કોરોના પોઝિટિવ કેસોના આંકડા સતત વધી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં કોરોનાનો રિકવરી રેટ દેશ કરતા પણ ઓછો હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ માત્ર 32 ટકા જ છે. અમદાવાદમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ની ગુણવત્તાના વિવાદ મામલે અસારવા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટે ખુલાસો કર્યો હતો. એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે લોકોના મનમાં ધમણ 1 અંગે ખોટી ગેરસમજ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કાર્યરત છે. અસારવા સિવિલ ખાતે ધમણ 1નું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું.

તમામ મશીનના ડેમો નિષ્ણાંતો દ્વારા અપાયેલા તમામ સૂચનો બાદ ડેમો પૂર્ણ કરવામાં આવ્યા છે. હવે ધમણ 2 અને ધમણ 3 મોડેલ પણ તૈયાર છે. જલ્દી તેનો પણ ઉપયોગ શરૂ કરવામાં આવશે. જરૂર પડ્‌યે અપગ્રેશન કર્યા બાદ વિવિધ મોડેલ ઉપયોગમાં લે બુધવાર સુધી અસારવાની સિવિલ હોસ્પિટલમાં 351 કોરોનાના દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

તો અહીંથી અનેક લોકો રિકવર થઈને પરત પણ ફર્યાં છે. આ ઉપરાંત એસવીપી હોસ્પિટલમાં પણ 120 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અહીં 935 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 29 કોરોનાના દર્દીઓનો જીવ ગયો છે. તો અહીં ભરતી થયેલ 53 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે.