અક્ષય કુમાર અને જોન અબ્રાહમ વચ્ચે મિત્રતા સારી છે. બન્ને જણાએ ‘ગરમ મસાલા’ જેવી કલ્ટ ફિલ્મ સાથે કરી હતી.દર્શકોને આ ફિલ્મ પસંદ પણ પડી હતી. અક્ષય અને જોન દેશપ્રેમ જેવા વિષયની ફિલ્મો કરવા માટે જાણીતા છે. તેમની આ વિષયક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પણ પાડી છે. બન્નેની એરલિફ્ટ, રૃસ્તમ, મિશન મંગલ, પરમાણુ, બાટલાહાઉસ, સત્યમેવ જયતે જેવી ફિલ્મોએ અધધધ કમાણી કરી. પરંતુ હવે ા બન્ને સિતારાઓ કોમેડી ફિલ્મ તરફ વળ્યા છે. દેશભક્તિ બાદ મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મોમાં આ દેસી બોયઝને ફિલ્મ હિટ કરવા નવી ફોમ્યુલા જડી રહી છે.અક્ષય કુમારની ‘હાઉસફુલ ૪’ અને જોનની ‘પાગલપંતી’ કોમેડી ફિલ્મ છે. બન્નેના ટ્રેલર હાલ રિલીઝ થયા છે, જેના પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, આ ફિલ્મો ચોક્કસ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે.