અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નો સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લુક શેર કર્યો છે, જેમાં તે પિંક કલરની સાડી, ગળામાં તાબીઝ અને માથા પર મોટો ચાંદલો કરેલો જોવા મળી રહ્યો છે. અક્ષયના વાળ પાછળથી બંધાયેલા છે. આ તસવીરમાં તેનો હાવભાવ કોઈ નારાજગી સ્ટોરીનો હોય તેવો લાગી રહ્યો છે.
આ પોસ્ટના માધ્યમથી દુર્ભા પૂજાની શુભકામના આપતા અક્ષયે કહ્યું કે, તે આવા કેરેક્ટરને નિભાવવા જઈ રહ્યો છે, જેને લઈને તે ઉત્સુક પણ છે અને નર્વસ પણ. યૂઝર્સને તેનો લુક પસંદ આવી રહ્યો છે અને બધા તેની પ્રશંસા કરી રહ્યાં છે.આ ફિલ્મ સાઉથની સુપરહિટ હોરર મૂવી ‘કંચના’ની હિન્દી રીમેક છે.
આ ફિલ્મમાં અક્ષય એક કિન્નર ભૂતનો રોલ પ્લે કરશે. આ પહેલા જારી કરાયેલા પોસ્ટરમાં અક્ષય પોતાની આંખમાં આંજણ કરતો જોવા મળ્યો હતો. આ પોસ્ટરમાં માત્ર તેનો ચહેરો જોવા મળી રહ્યો હતો. ‘લક્ષ્મી બોમ્બ’ને રાઘર લોરેન્સ ડાયરેક્ટ કરી રહ્યાં છે. રાઘવે કંચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કંચનાની સીક્વલને પણ તેણે ડાયરેક્ટ કરી હતી. લક્ષ્મી બોમ્બ આગામી વર્ષે 5 જૂને રિલીઝ થશે.