ગુજરાત સરકારે સોમવાર, 23 માર્ચની મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કર્યું છે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાના જણાવ્યા પ્રમાણે આ લોકડાઉન આગામી 31મી માર્ચ સુધીના સમયગાળા માટે જાહેર કરાયું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ બહાર નીકળી શકશે. કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે. હવે ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. લોકડાઉન દરમિયાન તમામ દુકાનો, ઓફિસો, વર્કશોપ બંધ રહેશે. આ સિવાય નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ, શાકભાજી, આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે.
રાજ્યમાં કોરોનાના પોઝીટીવ દર્દીની સંખ્યા વધીને 29 થઈ છે. કોરોના વાઈરસના ચેપથી પહેલું મોત સોમવારે સુરતમાં થયું હતું. સુરતમાં વૃદ્ધાના મોતની રાજ્ય સરકારે પુષ્ટિ કરી છે. સુરતમાં જ વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ વડોદરામાં કોરોનાના બે શંકાસ્પદ દર્દીના મોત થયા છે.