ઇ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોને ગયા સપ્તાહે હેદરાબાદમાં પોતાનું સૌથી મોટું કેમ્પસ ખોલ્યુ હતું. 400,000 સ્ક્વેયર ફુટ (9.5 એક2)માં ફેલાયેલું આ કેમ્પસ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ખુબ જ નજીક છે. તેમાં 15,000થી વધુ કર્મચારી કામ કરશે.
ભારતમાં એમેઝોનનાં 22 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. 18 લાખ સ્ક્વેયર ફુટ કાર્યક્ષેત્રમાં 30 લાખ સ્ક્વેયર ફુટની બિલ્ડીંગ બનેલ છે. દુનિયાભરમાં એમેઝોનનું ક્ષેત્રની દ્વષ્ટીએ સૌથી મોટી ઇમારત છે. જેનું ઉદ્ઘાટન તેલંગાણાનાં ગૃહ મંત્રી મોહમ્મદ મહજૂદ અલીએ કર્યું. આ અવસરે એમેઝોનનાં વાઇસ પ્રેસિડન્ટ અને ડાયરેક્ટર જોન શોટલર અને એમેઝોનનાં ભારત સ્થિત વાઇસ પ્રસિડન્ટ અને દેશ પ્રબંધક અમિત અગ્રવાલ પણ સામેલ છે.
અગ્રવાલે કહ્યું કે, ગત 15 વર્ષમાં અમે ભારતમાં 30 કાર્યાલય ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ રોકાણ કર્યું છે. મુંબઇનાં AWS APACમાં આ કાર્યાલય છે. 13 રાજ્યોમાં 15 પૂર્ણ કેન્દ્રો છે. આ સાથે જ સેંકડો ડિલિવરી અને તપાસ કેન્દ્રો કામ કરી રહ્યા છે. જેમા લગભગ 2 લાખ લોકોને કામ મળી રહ્યું છે. અમેરિકા બાદ આ સૌથી મોટું રોજગાર કેન્દ્ર છે.
શોટલરે કહ્યું કે આ બિલ્ડીંગ 3 વર્ષમાં બની છે અને એમેઝોનએ આ પરિસરની આધારશિલા 30 માર્ચ 2016ના રોજ રાખી હતી. આ બિલ્ડીંગમા પ્રાર્થના રૂમ, મધર રૂમ અને કર્મચારીઓ માટે અન્ય સુવિધાઓ માટે સ્થાન બનાવવામાં આવ્યા છે. કંપનીને આગામી વર્ષ સુધીમાં 5 લાખ 80 હજાર સ્ક્વેયર ફુટ વિસ્તાર કરવાની યોજના છે. એમેઝોનની હવે હેદરાબાદમાં 8 કેન્દ્રમાં 40 લાખ સ્ક્વેયર ફુટનું કાર્યસ્થળ સ્થિત છે.