કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે ટુંક સમયમાં ઝડપથી સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો હતો કે શું કોઈ વ્યક્તિ પોતાના દેશમાં ગેરકાનૂની રીતે વસતા વિદેશીઓને રહેવા માટે પરવાનગી આપી શકે છે? એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે યુએસએ, બ્રિટન અથવા રશિયામાં ગેરકાયદે જઈને રહી શકે છે? એવામાં બીજા દેશના લોકો ભારતમાં કોઈપણ પ્રકારના ઓળખાણના દસ્તાવેજ વગર કેવી રીતે રહી શકે છે?આ માટે મારુ માનવું છે કે દેશમાં NRC લાગુ કરવામાં આવે.શાહે કહ્યું, આસામ બાદ NRCને સંપૂર્ણ દેશમાં લાગુ કરવામાં આવશે. અમે જલ્દી જ નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન બનાવીશું. આ દેશમાં રહેવા વાળા દરેક નાગરિકોની એક યાદી તૈયાર થશે. NRC માત્ર આસામ રજીસ્ટર ઓફ સીટીઝન નથી તેવું પણ તેમણે જણાવ્યું હતું.