અમિતાભ બચ્ચને ૧૯૮૨માં ગંભીર અકસ્માત થયો હતો ત્યારે સારવાર દરમિયાન હેપીટાઇટસ બી વાઇરસનો ભોગ બની ગયા. તેમના એક બ્લડ ડોનરને હેપિટાઇટસ બી હતો જેથી બ્લડ ટ્રાન્સફ્યુઝન દરમિયાન તેમના લોહીમાં આ વાઇરસ ટ્રાન્સફર થઇ ગયા હતા. પરિણામે અમિતાભ પણ આ બીમારીનો ભોગ બની ચુક્યા છે. હવે તેમનું લીવર ફક્ત ૨૫ ટકાજ કામ કરી રહ્યું છે.
”મને ટીબીની તકલીફ પણ છે અને ઘણી બિમારીઓ છે. છતાં હું ગભરાયો નથી. બીમારીનું નિદાન જલદી થાય તો તેનો ઇલાજ સરળ થઇ જતો હોય છે. કદી પોતાના પર બીમારીઓને હાવી થવા દેવી નહીં,” તેમ અમિતાભે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. જોકે તેઓ લોકોને સમજાવાવ માંગે છે કે, હેપિપાઇટસ બી બીમારી પ્રત્યે કોઇ શંકા-કુશંકા કરવી નહીં. ” હું જે લિવરના ૨૫ ટકાજ કામ કરવાથી જીવી શકું છું તો પછી આ બીમારીના ભોગ બનેલા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ઘણા લોકો તો ૧૨ ટકા લિવર પર જ જીવી રહ્યા છે. લિવર સોરાયસિસ શરાબના વધુ પડતા સેવનથી થતું હોય છે. પરંતુઅમિતાભના પ્રમાણે તેમને આલ્કોહોલના નશાની આદત નથી. ડાકટરોને એવા ઘણા દરદીઓ જોવા મળ્યા છે, જેઓ આલ્કોહોલનું સેવન કરતા હોતા નથી. છતાં આ રોગનો ભોગ બને છે. અમિતાભ પોતાના ડાયટ અને ફિટનેસનું બરાબર ધ્યાન રાખે છે. નિયમિત વ્યાયામની સાથેસાથે વોક પર પણજાય છે. તેમજ દિવસભર એકટિવ રહે છે. ખાવા-પીવાની બાબત પણ જરૂર પૂરતો સંયમ રાખે છે.