અમિતાભ બચ્ચનનું કહેવું છે કે લાઇફ ક્યારે હાર નથી માનતી અને આપણને પણ એ હાર ન માનવા માટે કહે છે. અમિતાભ બચ્ચનની તબિયત ઘણાં સમયથી અસ્વસ્થ હતી.
તાજેતરમાં જ તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યુ છે. લાઇફ વિશે અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યુ હતું કે ‘લાઇફને સતત રિપેર કરતા રહેવું પડે છે. દરરોજ દિવસની શરૂઆત નવી આશાની કિરણ સાથે થાય છે. નવો દિવસ શું લઈને આવે છે અને કઈ વસ્તુનો સામનો કરવાનો છે, એમાં શું સમાયેલુ છે, અજાણતા, કઈ બાબતમાંથી બહાર આવવુ અને એનો સ્વીકાર કરવો જેવી વગેરે બાબતોનો સામનો કરવો પડે છે. આખરે આપણને અહેસાસ થાય છે કે આપણે વર્ક-ઇન-પ્રોગ્રેસ છે. તેમજ દરેક વ્યક્તિએ એને રિપેર… સોલ્સુશન લાવવું અથવા તો એનો ઉપચાર શોધવો પડે છે.’
આ વિશે વધુમાં જણાવતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘દિવસના અંતે આપણે જે કામની શરૂઆત કરી હોય એનું અંત લાવવું જરૂરી હોય છે. આ દરમ્યાન આપણને ઘણીવાર અહેસાસ થાય છે કે એને કોઈ અંત નથી અથવા તો અંત ખૂબ જ દુર છે. આથી તમારે ગંદકી, ધૂ‍ળ, સ્લસ, વરસાદ, ગરમી અને બાકીની અન્ય દરેક બાબતમાંથી પસાર થવાનું હોય છે. જોકે તમે આગામી ફાઇટ માટે હંમેશાં સર્વાઇવ કરી લો છો. લાઇફની આ ક્વૉલિટી છે. તે ક્યારેય હાર નથી માનતી. તેમ જ તે આપણને પણ હાર ન માનવા માટે કહે છે.’