BOMBAY, INDIA: Indian actor Amithabh Bachchan announces the date and venue of the fifth annual International Indian Film Academy (IIFF) awards ceremony in Bombay, late 04 March 2004. The three day IIFF Awards 2004 presentation ceremony will be held in Singapore 22 May 2004, where tributes will be paid to Indian film talents of Indian cinema. AFP PHOTO/Sebastian D'SOUZA (Photo credit should read SEBASTIAN D'SOUZA/AFP via Getty Images)

77 વર્ષના અમિતાભ બચ્ચને બોલીવૂડમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપ્યા છે. અમિતાભ બચ્ચને એક બ્લોગમાં લખ્યું છે કે, મારે હવે નિવૃત્તિ લઇ લેવી જોઇએ. મારું મન કંઇક બીજું વિચારે છે અને આંગળીઓ કંઇક અલગ જ વિચારે છે. અમિતાભ બચ્ચન હાલ બ્રહ્માસ્ત્ર ફિલ્મની શૂટિંગ કરવા માટે મનલી પહોંચ્યા છે. ત્યાં પહોંચ્યા બાદ તેમણે લખ્યું હતું કે, મને આ નાની સુંદર જગ્યા ગાડીથી પહોંચવામાં 12 ક્લાક લાગ્યા. અહિંયાના રોડ એટલા સારા નથી. રૂમ અને વાતાવરણ પણ અલગ છે. મારે નિવૃત્તિ લઈ લેવી જોઇએ…મારું મન કંઇક બીજું વિચારે છે અને આંગળી કંઇક અલગ જ વિચારે છે. આ એક સંદેશ છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. મનાલીમાં શૂટિંગ પૂરું કર્યા બાદ અમિતાભ બચ્ચન ચેહરેનું શૂટિંગ કરવા માટે પોલેન્ડ જશે.