ગાયક અનુ મલિક ઉપર ગાયિકા નેહા ભસીને જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. અનુ મલિક અત્યારે સિંગિગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ સિઝન 11ના જજ છે. તેમની સાથે વિશાલ દદલાની અને હેના કક્કડ પણ શોને જજ કરી રહ્યા છે. સોના મહાપાત્રાનાએ આ અંગે ટ્વીટ કર્યું છે.

તેમણે લખ્યું છેકે ‘હું વિવાહના દિવસોથી જ પ્રતિભાશાળી નેહા ભસીનને જાણું છું. હું એ પણ જાણું છું કે, તે બહાદૂરીથી ચીજોનો સામનો કરે છે. હું બે એવા લોકોને પણ જાણું છું કે જેમના બાળકો એક રિયાલિટી શોમાં હતા અને તેમના માતા-પિતા આ શોને જીતવા માટે ઉતાવળા હતા. સોનાના ટ્વીટનો જવાબ આપતા નેહાએ લખ્યું હતું કે, ‘હું તમારી સાથે છું.

આપણે એક ખુબ જ લિંગભેદ કરનારી દુનિયામાં રહીએ છીએ. અનુ મલિક એક ભક્ષક છે. હું પણ 21 વર્ષની ઉંમરમાં તેમની અજીબ હરકતોને જોઇને ત્યાંથી ભાગી આવી હતી. મેં પોતાની જાતને એક વિકટ પરિસ્થિતિમાં જતા રોકી હતી. તે મારી સામે એક સોફા ઉપર પડીને એક સ્ટુડિયોમાં મારી આંખો વિશે વાત કરતા હતા.

ત્યારબાદ હું ખોટું બોલીને ત્યાંથી ભાગી આવી હતી.’ નેહાએ લખ્યું છે કે, ‘મે એ ખોટું બોલ્યું હતું કે મારી મા નીચે મારી રાહ જોઇ રહી છે. અને હું ત્યાંથી ભાગી આવી હતી. ત્યારબાદ તેમણે મને મેસેજ અને ફોન પણ કર્યો હતો.

પરંતુ મેં તેમને પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું હતું. હું તેમને એક સીડી આપવા માટે ગઇ હતી, મને એક ગીત ગાવાની તકની અપેક્ષા હતા. તેઓ ઉંમરમાં મોટા હતા અને તેમણે જે પ્રકારે વર્તન કરવું જોઇએ એવું ન હતું. અનુ મલિક એક વિકૃત માનસિકતાવાળા વ્યક્તિ છે.’

નેહાએ વધુમાં લખ્યું છે કે, ‘ભલે મારી પાસે એક બહાદુ ડીએનએ સોના છે જેમ કે તમે જાણો છો કે આ ઇન્ડસ્ટ્રીમાં આવી ઘટનાઓના કારણે પરિવારથી દૂર એક યુવા યુવતીની રીતે જગ્યા બનાવવી સરળ નથી. આવા પ્રકારની શંકટોનો સામનો કરવો પડે છે.’