Getty Images)

આઈપીએલની આગામી 2020 સીઝન માટે કોલકાતમાં ગુરૂવારે (19 ડીસેમ્બર) યોજાયેલા ઓક્શનમાં 8 ટીમે કુલ 62 ખેલાડી ખરીદયા હતા. એમાં 29 વિદેશી અને 33 ભારતીયોનો સમાવેશ થાય છે. આ માટે ટીમ્સે કુલ રૂ.140.3 કરોડ ખર્ચ્યા હતા.
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ આઈપીએલ 2020 અને આઈપીએલના ઈતિહાસનો સૌથી વધુ મોંઘો ખેલાડી બન્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) રૂ.15.5 કરોડમાં તેનો સોદો કર્યો હતો. કમિન્સે એક વીડિયોમાં નાઈટ રાઈડર્સની ટીમમાં પુનરાગમન અંગે આનંદ દર્શાવ્યો હતો. 5 કરોડની આસપાસનું અતિ ઊંચું મૂલ્ય પ્રાપ્ત કરનારા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ (કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ. 15.50 કરોડ), ગ્લેન મેક્સવેલ (કિંગ્સ ઈલેવન પંજાબ – રૂ. 10.75 કરોડ), સાઉથ આફ્રિકાનો ક્રિસ મોરિસ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર- રૂ. 10 કરોડ), વેસ્ટ ઈન્ડિઝનો શેલ્ડન કોટ્રેલ (કિંગ્સ ઈલેવન પંજાબ – રૂ. 8.50 કરોડ), ઓસ્ટ્રેલિયાનો નાથન કૂલ્ટર નાઈલ (મુંબઈ ઈન્ડિયન્સ – રૂ. 8 કરોડ), વેસ્ટ ઈન્ડિઝનો શિમરોન હેટમેયર (દિલ્હી કેપિટલ્સ – રૂ. 7.75 કરોડ) ભારતનો પિયુષ ચાવલા (ચેન્નાઈ સુપર કિંગ્સ – 6.75 કરોડ), ઈંગ્લેન્ડનો સેમ કરન (ચેન્નાઈ સુપર કિંગ્સ – રૂ. 5.50 કરોડ), ઈંગ્લેન્ડનો જ ઓઈન મોર્ગન (કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ. 5.25 કરોડ) અને ઓસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઈનિસ (દિલ્હી કેપિટલ્સ – રૂ. 4.80 કરોડ) નો સમાવેશ થાય છે. બીજા 21 ખેલાડીઓનું મૂલ્ય રૂ. 4.40 થી રૂ. 1 કરોડનું રહ્યું હતું.
11 ખેલાડીઓ રૂ. 80 થી રૂ. 40 લાખ સુધીનું મૂલ્ય પ્રાપ્ત કરી શક્યા હતા, તો 19 નવોદિત ખેલાડીઓ સાથે રૂ. 20 લાખની બેઝ પ્રાઈઝમાં કોન્ટ્રાક્ટ થયા હતા.