Kolkata: Indian Skipper Virat Kohli plays a shot on the second day of the 1st pink-ball day/night cricket test match between India and Bangladesh, at Eden Gardens in Kolkata, Saturday, Nov. 23, 2019. (PTI Photo/Swapan Mahapatra) (PTI11_23_2019_000144B)

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બંગલાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રેકોર્ડ બ્રેિંકંગ સદી કરી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી હતી. કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે ૨૦મી ટેસ્ટ સદી કરી ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદીમાં ઓસ્ટ્રેલિયાના રીકી પોન્ટિંગને ઝાંખો પાડી દીધો હતો. પોન્ટિંગે ટેસ્ટમાં કેપ્ટન તરીકે ૧૯ સદી ફટકારી હતી.
હવે, ફક્ત ટોપ સ્પોટે રહેલો સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ ૨૫ સદી સાથે કોહલીથી પાંચ ટેસ્ટ સદી આગળ છે. કોહલીએ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારત તરફથી સૌ પ્રથમ ટેસ્ટ સદીનો રેકોર્ડ કર્યો છે.
કોહલીએ ૨૭મી ટેસ્ટ સદી કરીને પણ અનોખો રેકોર્ડ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ કોહલીની ૭૦મી ટેસ્ટ સદી છે. વન-ડેમાં તેણે ૪૩ સદી કરી છે. તેણે સૌથી ઓછી ઈનિંગમાં ૭૦ ઈન્ટરનેશનલ સદીનો તેંડુલકરનાે રેકોર્ડ તોડ્યો છે. કોહલી ૪૩૮ ઈનિંગમાં ૭૦ સદી કરી છે. તેંડુલકરે ૭૦મી આંતરરાષ્ટ્રીય સદી ૫૦૫ ઈનિંગમાં કરી હતી. આ યાદીમાં બીજા ક્રમે રહેલો ઓસ્ટ્રેલિયાનો રીકી પોન્ટિંગ હવે ત્રીજા ક્રમે ગયો છે. તેણે ૬૪૯ ઈનિંગમાં ૭૦ સદી કરી હતી.