દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતએ કહ્યુ કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગહલોતે કહ્યુ કે, આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી. રાજસ્થાનમાં દારૂબંધીની માંગ પર રાજ્યના મુખ્યપ્રધાને કહ્યુ કે, તેઓ તેના સમર્થક છે પરંતુ જ્યાં સુધી કડક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં કોઈ તેનો કોઈ અર્થ નથી.

ગહલોતે તેના માટે ગુજરાતનું ઉદાહરણ આપતાં કહ્યુ કે, આઝાદી બાદથી જ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સ્થિતિ એવી છે કે ત્યાં સૌથી વધુ તેની ખપત છે અને ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગેહલોતના આ નિવેદન પર ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીએ પણ જવાબ આપ્યો છે. મુખ્યપ્રધાન વિજય કહ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. ‘એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે.

ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સડા છો કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ. ગેહલોતજીએ તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ. નશામાં ચૂર એવી કૉંગ્રેસે આ વાત માનવાને બદલે ગુજરાતમાં ઘરે ઘરે લોકો દારૂ પી રહ્યાં છે તેવું બોલીને અપમાન કરવાની ચેષ્ટા કરી છે તેનાથી ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.