TOKYO, JAPAN - JULY 17: Deepika Kumari of India competes in the quarter final against Tatiana Andreoli of Italy during the Ready Steady Tokyo - Archery Tokyo 2020 Olympic Games test event at the Yumenoshima Park Archery Field on July 17, 2019 in Tokyo, Japan. (Photo by Matt Roberts/Getty Images)

ભારતની દીપિકા કુમારીએ ગયા સપ્તાહે બેંગકોકમાં 21મી એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ (તિરંદાજી) માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દીપિકાએ મહિલાઓની ઈન્ડિવિડ્યુઅલ રીકર્વની ફાઇનલમાં ભારતની જ અંકિતા ભકતને 6-0થી હરાવી હતી. અંકિતાને સિલ્વર મેડલ મળ્યો હતો.  બંનેએ સેમિફાઇનલમાં પહોંચી ઓલિમ્પિક્સમાં પોતાની એન્ટ્રી નિશ્ચિત કરી હતી. દીપિકાએ સેમિફાઇનલમાં વિયેતનામની નગુયત દો થી આન્હ અને અંકિતાએ ભૂટાનની કર્માને હરાવી હતી. આર્ચરીમાં આ ભારતનો બીજો ઓલિમ્પિક કોટા છે. પુરુષોની રીકર્વ ટીમમાં તરુણદીપ રાય, અતનુ દાસ અને પ્રવીણ જાધવ ઓલિમ્પિકસમાં એન્ટ્રી મેળવી ચૂક્યા છે.