Garhwa: Union Home Minister Amit Shah addresses an election rally in support of BJP candidate Satyendra Nath Tiwary ahead of Jharkhand Assembly elections, in Garhwa district, Thursday, Nov. 28, 2019. (PTI Photo) (PTI11_28_2019_000070B)

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી લોકસમર્થન મેળવવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચતરામાં એક રેલીને સંબોધિત કરી હતી. અહીં તેમણે કહ્યું કે જ્યારે હું આજે અહીં આવ્યો છું તો ભગવાન બિરસા મુંડાને યાદ કરીને એ સેંકડો આદિવાસી સ્વતંત્રતા સૈનિકોને પ્રણામ કરું છું જેમણે દેશની આઝાદી માટે તેમના પ્રાણ આપી દીધા.

અયોધ્યા પર આવેલા ચૂકાદાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઘણા વર્ષોથી દેશના લોકો ઇચ્છતા હતા કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર બને. જ્યારે તમે સૌ એ ઇચ્છતા હતા તો મંદિરનો પ્રશ્ન કેમ અટકી જતો હતો ? કારણ કે કોંગ્રેસ પાર્ટી કોર્ટમાં કેસ ચલાવવામાં અડચણો નાખતી હતી. તેમની લાખો કોશિષો છતાંયે કેસ ચાલ્યો અને સુપ્રીમ કોર્ટે સર્વાનુમતે ચૂકાદો આપ્યો કે ત્યાં આકાશને આંબદુ ભવ્ય રામમંદિર બને.

અનુચ્છેદ 370 અને 35ઓને કોંગ્રેસે વોટબેન્કની રાજનીતિ માટે સંભાળીને રાખ્યું હતું. મોદીજીને તમે 300થી વધુ સીટો જીતાડી તો તેમણે 370 અને 35એને ઉખાડીને ફેંકી દીધા. આ બન્નેને હટાવીને મોદીજીએ દેશમાંથી આતંકવાદને ખતમ કરવાની શરૂઆત કરી દીધી છે.ગૃહમંત્રીએ કહ્યું- ઝારખંડમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચા સરકાર જ્યારે પણ બની તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. પરંતુ રઘુવર દાસજીની સરકારમાં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી થયો.

કોંગ્રેસ પાર્ટી, ઝામુમો એકસાથે ચૂંટણી લડી રહ્યા છે. હું પૂછવા માગુ છું કે હેમંત બાબૂ, જ્યારે ઝારખંડના યુવા અલગ ઝારખંડ માટે લડી રહ્યા હતાં, તેમના અધિકારો માટે લડી રહ્યા હતા , પ્રાણોના બલિદાન આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ શું કરી રહી હતી. ઝારખંડની રચના ત્યારે થઇ જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને શ્રદ્ધેય અટલજી પ્રધાનમંત્રી બન્યા. અટલજીએ ઝારખંડને બનાવ્યું અને નરેન્દ્ર મોદીજી અને રઘુવર દાસજીએ ઝારખંડને નિખારવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે જ્યારે તમો વોટ નાખવા જાવ ત્યારે યાદ રાખજો કે તમારો વોટ કોઇ ધારાસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી બનાવવા માટે નથી. તમારો વોટ ઝારખંડને કઇ દિશામાં લઇ જવું છે, પ્રગતિના રસ્તા પર લઇ જવું છે કે ભ્રષ્ટાચારના રસ્તા પર તેના માટે છે. શાહે કહ્યું કે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ નથી. તેમણે કહ્યું કે આ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચાની સરકારો જ્યારે પણ બની, ઈતિહાસ ગવાહ છે કે કરોડો-કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. હું ગર્વ સાથે કહેવા માગુ છું , મોદીજી અને રઘુવરદાસના નેતૃત્વમાં ઝારખંડમાં એક આના પૈસાનો પણ ભ્રષ્ટાચારનો આરોપ ભાજપ પર નથી.