બાંગ્લાદેશના ક્રિકેટર્સ સ્ટ્રાઇક પર ઉતર્યા છે. તેઓ જ્યાર સુધી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તેમની 11 શરતો નહીં માને ત્યાર સુધી ક્રિકેટ નહીં રમે. આની સીધી અસર અત્યાર બાંગ્લાદેશમાં ચાલતી નેશનલ ક્રિકેટ લીગ પણ થશે, તે સાથે આવતા મહિને બાંગ્લાદેશની ટીમ ભારત પ્રવાસે આવાની હતી તેના પર પણ પડે તેવી સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશના ખેલાડીઓએ 11 ડિમાન્ડ કરી છે, જેમાંથી એક BCBએ ગયા મહિને બાંગ્લાદેશ પ્રીમિયર લીગને ફ્રેન્ચાઈઝ મોડલ ન રાખવાનો નિર્ણય કર્યો તે છે.

શાકિબ અલ હસન, મહમ્મદુલ્લાહ, મુશફિકર રહીમ જેવા સીનિયર ખેલાડીઓ સોમવારે પ્રેસ કોન્ફ્રન્સમાં હાજર રહ્યા હતા અને પોતાનો કેસ રજૂ કર્યા હતા. BCBના સીઈઓ નિઝામુદીન ચૌધરીએ કહ્યું કે, અમને આ અંગે જાણ થઇ છે અને અમે બોર્ડ સાથે આ વિશે ચર્ચા કરીશું અને જલ્દી કોઈ સોલ્યુશન લઇને આવીશું.

બાંગ્લાદેશ ભારત પ્રવાસે 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમવાનું છે. ત્રણ ટી-20 3, 7 અને 10 નવેમ્બરે યોજાશે. પ્રથમ ટી-20 દિલ્હી, બીજી ટી-20 રાજકોટ અને ત્રીજી ટી-20 નાગપુર ખાતે રમાશે. જ્યારે પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરના રોજ ઇન્ડોર અને બીજી ટેસ્ટ ટેસ્ટ 22 નવેમ્બરના રોજ કોલકાતા ખાતે રમાશે.