Singer Ranu Mondal, who became an online sensation after a video of her singing at a railway station in West Bengal went viral, takes part in a promotional event for the upcoming romantic Hindi comedy film 'Happy Hardy and Heer', in which she has a song featured, in Mumbai on September 11, 2019. (Photo by Sujit Jaiswal / AFP) (Photo credit should read SUJIT JAISWAL/AFP/Getty Images)

પશ્ચિમ બંગાળના સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈને ફેમસ થયેલી રાનૂ મંડલની કિસ્મત ચમકી છે. પહેલા તેમને હિમે રેશમિયા સાથે ગીત રેકોર્ડ કરવાની તક મળી. હવે તેમના જીવન પર ફિલ્મ બનાવાનું આયોજન થઈ રહ્યું છે. ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર ઋષિકેશ મંડલ રાનૂની જિંદગી પર ફિલ્મ બનાવી શકે છે. એટલું જ નહીં આ ફિલ્મમાં કોણ રાનૂ મંડલનું પાત્ર ભજવશે, તે પણ નક્કી થઈ ચૂક્યુ છે. સાઉથની જાણીતી એક્ટ્રેસ સુદીપ્તા ચક્રવર્તીને રાનૂ મંડલનો રોલ ઓફર કરાયો છે. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સુદીપ્તાએ આ વાતને સમર્થન આપતા કહ્યું કે,’મને ફિલ્મ ઓફર થઈ છે, પરંતુ હજી ફિલ્મની સ્ક્રીપ્ટ મને નથી મળી. સ્ક્રીપ્ટ વાંચ્યા બાદ હું નક્કી કરીશ કે આ ફિલ્મમાં કામ કરીશ કે નહીં.’ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ અંગે વાત કરતા ડિરેક્ટર ઋષિકેશે કહ્યું કે લોકો રાનૂ મંડલ વિશે જાણવા ઈચ્છે છે. સોશિયલ મીડિયા દ્વારા રાનૂ કેવી રીતે રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. તે વિશે લોકોને જાણવું છે. આ ઉપરાંત ફિલ્મમાં સોશિયલ મીડિયાની તાકાત પણ બતાવવામાં આવશે, કે કેવી રીતે સ્ટેશન પર ગાઈને પૈસા કમાતી આ મહિલાને સોશિયલ મીડિયાએ સ્ટાર બનાવી દીધી.