મહારાષ્ટ્રમાં તમામ પાર્ટીઓ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે, પરંતુ સીટ વહેંચણીને લઈ ભાજપ અને શિવસેનાની વચ્ચે ચાલી રહેલા ખેંચતાણ સતત વધતી જઈ રહી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાર્ટી બરાબરીની સ્થિતિમાં જ ભાજપ સાથે મળી ચૂંટણી લડશે. સંજય રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 144 સીટો નહીં મળે તો ભાજપની સાથે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન પણ નહીં કરવામાં આવે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 સીટ છે.