MELBOURNE, AUSTRALIA - JANUARY 28: Rohan Bopanna of India plays a backhand in the mixed doubles final with Timea Babos of Hungary against Gabriela Dabrowski of Canada and Mate Pavic of Croatia on day 14 of the 2018 Australian Open at Melbourne Park on January 28, 2018 in Melbourne, Australia. (Photo by Michael Dodge/Getty Images)

ભારતનો ટોચનો ટેનિસ સ્ટાર રોહન બોપન્ના ઈજાના કારણે પાકિસ્તાન સામેની ડેવિસ કપ ટાઈમાંથી ખસી ગયો છે. બોપન્ના ખભાની ઈજાથી પીડાય છે, તેથી તેણે આ નિર્ણય લીધો છે. બોપન્ના ખસી જતાં હવે ભારત ડબલ્સમાં ૪૮ વર્ષના ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ સાથે જીવન નેડન્ચેળિયનની જોડી ઉતારશે તેવું લાગે છે. સીંગલ્સમાં સુમિત નાગલ અને રામકુમાર રામનાથન રમશે. ટીમના કોચ ઝિશાન અલીએ કહ્યું કે, રોહન ઈજાના કારણે રમવાનો નથી, જેના કારણે ટીમમાં ત્રણ ડબલ્સ સ્પેશિયાલીસ્ટ ખેલાડીઓ સમાવવાનો નિર્ણય ડહાપણભર્યો સાબિત થયો હતો. ટીમમાં રામકુમાર પણ છે, જે સીંગલ્સની સાથે સાથે ડબલ્સમાં પણ રમી શકે છે.