MANCHESTER, ENGLAND - OCTOBER 01: Prime Minister Boris Johnson arrives for the third day of the Conservative Party Conference at Manchester Central on October 1, 2019 in Manchester, England. Despite Parliament voting against a government motion to award a recess, Conservative Party Conference still goes ahead. Parliament will continue with its business for the duration. (Photo by Jeff J Mitchell/Getty Images)

વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ વચ્ચે મંગળવારે સવારે થયેલી વાતચિત પછી બ્રેક્ઝિટ ડીલ “અશક્ય” હોવાનું ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતુ.
જ્હોન્સને મર્કેલ સાથે અગાઉ ઇયુ સમક્ષ રજૂ કરેલી દરખાસ્તો વિશે વાત કરી હતી પરંતુ મર્કેલે સ્પષ્ટ કર્યું હોવાનું મનાય છે કે તેના આધારે ડીલ “અતિશય અસંભવિત” છે. ઉત્તર આયર્લેન્ડ કસ્ટમ યુનિયનમાં રહે નહીં ત્યાં સુધી ડીલ ક્યારેય શક્ય નહીં બને.
ઇયુ આ સપ્તાહના અંતે નિર્ણય લેશે કે બ્રેક્ઝિટ ડીલ શક્ય બનશે કે નહિ તેમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ બોરીસ જ્હોન્સનને કહ્યું છે. યુકે સરકાર આ અઠવાડિયે બ્રેક્ઝિટ મુદ્દે ઇયુ સાથેની વાટાઘાટોમાં બ્રેકડાઉન કરવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાન જ્હોન્સને ફરીથી કહ્યું છે કે યુકે 31 ઑક્ટોબરની બ્રેક્ઝિટની સમયમર્યાદા અફર છે.
બોરિસ જ્હોન્સને બ્રસેલ્સ સમક્ષ નવી દરખાસ્ત રજૂ કરી તે પછી ઇયુએ “એક સેન્ટિમીટર આગળ વધવાની” ઇચ્છા દર્શાવી નથી. ડીલ સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યુ નથી, પરંતુ વડાપ્રધાનની યોજનાઓ ‘એકમાત્ર વિકલ્પ’ છે.
મેઈલ ઓનલાઈનના અહેવાલ મુજબ બોરિસ જ્હોનસને એવો દાવો કર્યો છે કે નોર્ધન આયર્લેન્ડ કાયમી ધોરણે ઈયુમાં જ રહેવું જોઈએ એવી જર્મન ચાન્સેલરની માંગણીના પગલે રોષે ભરાયેલા બોરિસ જ્હોનસને કહ્યું હતું કે, હવે આજે કે પછી ક્યારેય પણ કોઈ બ્રેક્ઝિટ ડીલ શક્ય જ નથી. તો ઈયુના ડોનાલ્ડ ટસ્કે બોરિસ જ્હોનસન ઉપર મૂર્ખામીભરી બ્લેમ ગેમનો આક્ષેપ મુક્યો હતો. એન્જેલા મર્કેલના પ્રવકતાએ કોઈ પ્રતિભાવ આપવા ઈનકાર કર્યો હતો, તેઓ કહ્યું હતું કે, યુકેના વડાપ્રધાન સાથે થયેલી વાતચિત ખાનગી છે, તેની વિગતો જાહેર કરી શકાય નહીં.
મર્કેલ સાથેની વાતચિત પછી બોરિસ જ્હોનસને કેબિનેટના સભ્યો સાથે ચર્ચા કરી હતી.