આર્થિક મંદીનો સામનો કરી રહેલી એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની બ્રીટાનીયા ઇન્ડસ્ટ્રીઝે આ નાણાકીય વર્ષનાં ત્રીજા કવાર્ટરમાં તેની પ્રોડક્ટમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીનાં અધિકારીએ જણાવ્યું હતું કે કંપની છેલ્લા છ મહિનાથી આર્થિક મંદીનો સામનો કરી રહી છે. અને આ મંદી આગામી જાન્યુઆરીથી સુંધી ચાલશે. આ ચાલું નાણાકીય વર્ષનાં ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનાં ઉત્પાદન ઉપર થોડો ભાવ વધારો થશે. ફુડ પ્રોડક્ટ તરીકે બિસ્કીટની દેશભરમાં ઘણી માંગ છે.
કંપનીની વેચાણ વૃધ્ધી ઉપર મંદીનાં કારણે માઠી અસર થઇ છે. પાંચથી છ મહીના પુર્વે શરૂ થયેલી મંદી, આગામી છ મહીના સુંધી ચાલશે, તેવું લાગે છે,અને આ સમય ગાળો નિરાશાજનક કહી શકાય તેવો છે. કંપનીના ઉચ્ચ અધીકારીઓ પરિસ્થિતિનું સુક્ષ્મ નિરિક્ષણ કરી રહ્યા છે. અને ચોમાસા પછી સ્થીતીમાં સુધારો થશે તેવું લાગી રહ્યું છે. ભાવ વધારા પછી કંપની ખર્ચ ઘટશે તેવી આશા રાખી રહી છે.