મેકડોનાલ્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરએ કર્મચારી સાથેના જાતીય સંબંધો રાખવાના ખુલાસા બાદ તેને હાંકી કાઢવામાં આવ્યો છે. રવિવારે સાંજે મેકડોનાલ્ડ્સના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને સીઈઓ સ્ટીવ ઇસ્ટરબ્રુકે કંપનીની નીતિનું ઉલ્લંઘન કર્યું છે.

તેમણે મેનેજર સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ ગૌણ સાથે રોમેન્ટિક સંબંધો રાખ્યા છે. જે કંપનીની પોલિસીની વિરુદ્ધ છે.’ ઇસ્ટરબ્રુકએ સ્વીકાર્યું કે તેનો નામ કર્મચારી સાથેનો સંબંધ હતો અને તેણે મોકલાવેલા મેઇલમાં તેણે તેની ‘ભૂલ’ છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘કંપનીના મૂલ્યો જોતાં, હું બોર્ડ સાથે સંમત છું કે મારે આગળ વધવાનો સમય આવી ગયો છે.’ જો કે, તેના સંબંધ વિશે વિગતો જાહેર કરવામાં આવી નથી.

હાલમાં જ મેકડોનાલ્ડના યુએસએના પ્રમુખ તરીકે તેના નવા પ્રમુખ અને સીઈઓ તરીકે ફરજ બજાવતા ક્રિસ કેમ્પસિંસ્કીનું નામ બોર્ડે આપ્યું છે. મેકડોનાલ્ડ્સના બોર્ડના અધ્યક્ષ એનરિક હર્નાન્ડેઇઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેકડોનાલ્ડ્સના વ્યૂહાત્મક યોજનાના વિકાસમાં કેમ્પ્ઝિંસ્કીનું મહત્ત્વ હતું અને તેણે મેકડોનાલ્ડના ઇતિહાસમાં યુ.એસ.ના વ્યાપારના સૌથી વ્યાપક પરિવર્તનની દેખરેખ રાખી હતી. ‘સ્ટીવ મને મેકડોનાલ્ડ્સમાં લાવ્યો હતો અને તે મદદગાર માર્ગદર્શક હતો’ કેમ્પ્ઝિન્સકીએ જણાવ્યું હતું.