અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં બે કોલ સેન્ટર પર પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસે દરોડો પાડી કોલ સેન્ટરમાંથી નવ લોકોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી પોલીસે લેપટોપ, મોબાઈલ ફોન, કમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સરખેજમાં સાણંદ સર્કલ નજીક આવેલા સિગ્નેચર-02ની કોમર્શિયલ બિલ્ડીંગમાં પોલીસે પેટ્રોલિંગ દરોડા પાડ્યા હતા. જેમાં ગેરકાયેદે ધમધમતા બે કોલ સેન્ટર ઝડપાયા હતા.

દરોડા દરમિયાન 3 લાખ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોલ સેન્ટરમાં અમેરિકાના નાગરિકોને ફોન કરી તેઓના ડેટા મેળવતા હતા. તેમને પ્રાઈવેટ લોન કંપનીમાંથી તમારી લોન મંજૂર થઈ ગઈ છે જે લોન મેળવવી હોય તો તે માટે તેઓની પાસેથી લોકોને સ્કાઈપ સોફ્ટવેર દ્વારા મેસેજ મોકલી પોતાનો નંબર આપી ત્યારબાદ તેઓને તમારી લોન મેળવવા માટે વોલમાર્ટ અથવા ગુગલ પ્લે 200થી 500 ડોલરનું ગિફ્ટ વાઉચર લઈને તે ગિફ્ટ વાઉચરનો નંબર અમને આપો તેમ કહી કસ્ટમર પાસેથી ગિફ્ટ વાઉચરનો નંબર મેળવી નાણા મેળવી લેતા હતા. પહેલા કોલ સેન્ટરમાંથી 3 ડેસ્કટોપ, 2 લેપટોપ હેડફોન, 7 મોબાઈલ સહિત કુલ 1,95000 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.બીજા કોલસેન્ટરમાંથી 4 લેપટોપ, 6 મોબાઈલ ફોન, 1 મેઝીક ઝેક મળી કુલ 1,31,000નો મુદ્દામાલ જપ્ત કર્યા છે.