Getty Images)

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરેલી આત્મહત્યા પાછળ બોલીવૂડમાં ચાલી રહેલા વંશવાદને જવાબદાર ગણવામાં આવી રહ્યુ છે. જેને ખતમ કરવા માટે સુશાંત સિંહના વતન બિહારમાં ભારે વિરોધ પ્રદર્શનોએ જન્મ લીધો છે. આ દરમિયાન મુઝફ્ફરપુરમાં સલમાન ખાન, કરણ જોહર અને એક્તા કપૂર જેવી બોલીવૂડની હસ્તીઓ વિરુદ્ધ IPC એક્ટ 306,109,504 અને 506 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

જેની સુનાવણી 3 જૂલાઇએ કરવામાં આવશે. આ કેસમાં સલમાન ખાન, કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજીદ નડીઆદવાલા, સંજય લીલા ભણસાલી, એક્તા કપૂર, દિનેશ વિજયા અને ભૂષણ કુમારને આરોપી બનાવવામાં આવ્યા છે. કેસમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુશાંત સિહ રાજપૂત ઉચ્ચા સ્થાને પહોંચી ગયા હતા અને તેમને નીચા પાડવા માટે આરોપીઓએ કાવતરુ ઘડ્યુ.

આરોપી ગેંગે સુશાંતનો બહિષ્કાર કરી તેની ફિલ્મોને રિલીજ થતા અટકાવી. એવી સ્થિત પેદા કરવામાં આવી કે સુશાંત સિંહ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા અને આત્મહત્યાનુ પગલુ ભરવા મજબૂર થયા. જોકે સુશાંતના પિતાનુ પણ માનવુ છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી, તેમની હત્યા કરવામાં આવી છે. તેમણે આ કેસમાં સીબીઆઇ તપાસની માંગ કરી છે.