64.5 F
London,uk
ગ્રેનાઇટ બેના રહેવાસી, 33  વર્ષીય ઇન્ડિયન અમેરિકન મનિષ પટેલ ગાંજાનો છોડનું ઇરાદાપૂર્વક વિતરણ કરવાના અને કાવતરું ઘડવાના આરોપસર અમેરિકામાં ફેડરલ કોર્ટમાં ગત શુક્રવારે હાજર થયા હોવાનું અમેરિકન એટર્ની મેકગ્રેગર ડબલ્યુ સ્કોટે જણાવ્યું છે. કોર્ટના દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, મનિષ પટેલ ન્યૂજર્સી અને ન્યૂયોર્કમાં અધિકૃત એટર્ની છે. તેમની સામેની ફરિયાદમાં એવો આરોપ મુકાયો છે કે તેમણે ગાંજાની અને ગાંજાના ઘટ્ટ તેલની દેશભરમાં હેરાફેરી કરી હતી અને તેના માટે પોતાના અંગત લીઅરજેટ વિમાનનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે મે અને જુન મહિનામાં કેલિફોર્નિયામાં લો એન્ફોર્સમેન્ટ દ્વારા સર્ચ વોરન્ટ્સના આધારે તેમના સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, જેમાં અંદાજે 1400 પાઉન્ડ વજનનો ગાંજો અને 4 લાખ ડોલરની રોકડ રકમ પકડાઇ હતી. એક સ્થળે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના આ વેરહાઉસનો ઉપયોગ ગાંજાનું તેલ પ્રોસેસ કરવાની લેબોરેટરી તરીકે કરવામાં આવતો હતો. 980 પાઉન્ડ વજનનો પ્રોસેસ કરેલો ગાંજો અને 88.27 પાઉન્ડ ગાંજાનું તેલ ત્યાંથી જ પકડાયું હતું. ગ્રેનાઇટ બે ખાતે મનિષ પટેલે ભાડે રાખેલા સ્થળેથી પણ ગાંજો, તેલ અને ચાર લાખ ડોલરની રોકડ રકમ પકડાઇ હતી. ઓગસ્ટ 2018માં ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (ડીઇએ)દ્વારા પટેલ અને તેના ઘણા સાથીઓને ન્યૂ મેક્સિકોના એકવિશેષ એરપોર્ટ પર અટકાવી તપાસ કરતાં 80 હજાર ડોલર પકડ્યા હતા. તપાસકર્તાઓએ તેના લીઅરજેટ વિમાનમાં તપાસ કરી તો તેમાંથી પણ ગાંજો અને તેલ મળી આવ્યા હતા. તેમના પ્રવાસના આયોજન મુજબ વિમાન કોલોરાડો,...
એક્સલુઝીવ ભારત દ્વારા કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ કરાતા કાશ્મીર સમર્થકો, પાકિસ્તાની સમુદાય અને ખાલીસ્તાની તરફી જૂથો દ્વારા આજે ગુરુવારે, તા. 15 ઑગસ્ટના રોજ...
બ્રિટનમાં વસતા ગુજરાતી પરિવારોમાં સૌથી જુના અને લોહાણા સમાજના જાણીતા અગ્રણી શ્રી ધનજીભાઈ દેવજીભાઈ તન્ના (MBE)નું તા. 11 ઓગસ્ટ 2019ને રવિવારે 96 વર્ષની વયે...
ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 રદ કર્યા બાદ પાકિસ્તાનમાં સમગ્ર મુદ્દે માહોલમાં રાજકીય ગરમી પ્રસરી ગઈ છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહંમદ કુરેશીએ મંગળવારે...
હોંગકોંગમાં લોકશાહી સમર્થકોના વિરોધ પ્રદર્શન મુદ્દે પરિસ્થિતી ગંભીર બની રહી છે. હોંગકોંગ એરપોર્ટ પર સોમવારે અને મંગળવારે મોટાભાગની ફ્લાઈટ સેવાઓ રદ કરાતાં અફરાતફરી જેવું...
અમેરિકાના ફિલાડેલ્ફીઆમાં ગુરૂવારે સવારે એક નાનું પ્લેન તૂટી પડતાં તેમાં મુસાફરી કરી રહેલા એક ભારતીય અમેરિકન ડોક્ટર કપલ – 60 વર્ષના ડો. જસવીર ખુરાના,...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાથી પાકિસ્તાન અકળાઈ ગયું છે. ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડ્યા બાદ પાકિસ્તાને ગુરૂવારે બંને દેશો વચ્ચે દોડતી સમજૌતા એક્સપ્રેસને વાઘા...
રશિયાના ન્યોનોસ્કામાં રોકેટ પરીક્ષણ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો. આ દુર્ઘટનામાં પાંચ પરમાણું વૈજ્ઞાનિકનો મોત થયા, જ્યારે નવ ઘાયલ થયા છે. મળતા અહેવાલ મુજબ, આ...
ભારત સરકારે જમ્મુ-કશ્મીર રાજ્યમાં બંધારણની 370મી કલમ રદ કરતા પાકિસ્તાનમાં તેના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. પાકિસ્તાન સરકારે ભારતે લીધેલા પગલાંના વિરોધમાં ભારત સાથે જોડાયેલી રેલવે સેવાને સ્થગિત કરી છે. પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રાશીદે જણાવ્યું હતું કે, અમે સમજૌતા એક્સપ્રેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી હું રેલવે પ્રધાન છું ત્યાં સુધી સમજૌતા એક્સપ્રેસ દોડશે નહીં. સમજૌતા એક્સપ્રેસ અથવા મૈત્રી એક્સપ્રેસ દર ગુરુવાર અને સોમવારે ભારતમાં નવી દિલ્હી અને અટારી તથા પાકિસ્તાનના લાહોર વચ્ચે દોડાવવામાં આવે છે. આ ટ્રેનમાં 6 સ્લીપર ડબ્બા અને એક AC 3-ટાયર કોચ હોય છે. આ ટ્રેનને 22 જુલાઇ, 1976ના રોજ શરૂ કરવામાં આવી હતી. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરતા શિમલા કરાર અંતર્ગત તેને શરૂ કરવામાં આવી હતી. સમજૂતી અથવા કરારના હિન્દી શબ્દ અંતર્ગત આ...
માર્ચ 2019માં પૂર્ણ થયેલા 6 મહિના દરમિયાન એમ્પ્લોયર ગ્રીન કાર્ડ માટે અરજી કરવામાં એમેઝોન, કોગ્નિઝન્ટ, સિસ્કો, ફેસબૂક અને ગૂગલ જેવી અગ્રણી અમેરિકન ટેક્નોલોજી કંપનીઓનો  સમાવેશ થાય છે, જેમાં બે ભારતીય કંપની ટીસીએસ અને ઈન્ફોસીસને સ્થાન મળ્યું છે. અમેરિકન સરકારની માહિતી મુજબ આ કંપનીઓ અમેરિકામાં તેમની ઓફિસમાં કામ કરતા કુશળ વિદેશી કર્મચારીઓ માટે કાયમી વસવાટની મંજૂરી આપવાની માગણી કરી હતી. યુએસ લેબર ડિપાર્ટમેન્ટ ઓક્ટોબરથી સપ્ટેમ્બરના કેલેન્ડર વર્ષને અનુસરે છે. એમેઝોને એમ્પ્લોયર ગ્રીનકાર્ડ માટે 1,500...