સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચેના ગજગ્રાહની સુનાવમી દરમિયાન સુ્પ્રીમ કોર્ટે મોદી સરકારને અણિયાળા સવાલ પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે આ લડાઈ એવી નથી કે રાતોરાત સામે આવી હોય. આ એવો મામલો નહોતો કે સરકારે સિલેક્શન કમિટિને પૂછ્યા વગર ડાયરેક્ટરને રજા પર ઉતારવા પડે.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે કહ્યુ હતુ કે કેન્દ્રે સ્વીકાર્યુ છે કે છેલ્લા 3 મહિનાથી વિખવાદ ચાલી રહ્યો હતો.જો કેન્દ્ર સરકારે સીબીઆઈ ડાયરેક્ટરની સત્તા પર રોક લગાવતા પહેલા સમિતિની મંજૂરી લીધી હોત તો કાયદાનુ વધારે સારી રીતે પાલન થયુ છે તેમ કહેવાત.સરકારની કાર્યવાહી કરવા પાછળનો ઈરાદો સંસ્થાના હિતમાં હોવો જોઈએ.
ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે આલોક વર્મા પાસેથી તમામ સત્તાઓ લેવાનો નિર્ણય રાતોરાત કેમ લેવાયો હતો..જ્યારે વર્મા કેટલાક મહિનામાં નિવૃત્ત થવાના છે તો રાહ કેમ ના જોઈ જેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એવા તારણ પર પહોંચ્યુ હતુ કે પરિસ્થિતિ અસાધારણ છે અને તેના ઉપાય માટે અસાધારણ પગલા લેવા પડે છે.બે અધિકારીઓ લડી રહ્યા હતા અને મહત્વના કેસો છોડીને એકબીજાની સામેના મામલાની તપાસ કરી રહ્યા હતા.
આ પહેલા કેન્દ્ર સરકારે બુધવારે પણ કોર્ટને કહ્યુ હતુ કે આ લડાઈમાં સરકારે એટલા માટે દખલ કરવી પડી હતી કે સીબીઆઈની વિશ્વસનિયતા યથાવત રહે તે જરુરી હતુ.સરકાર પોતે આશ્ચર્યમાં હતી કે બે અધિકારીઓ આ રીતે કેમ લડી રહ્યા છે. આલોક વર્માની તરફેણમાં ફલી નરિમન, કપિલ સિબ્બલ, દુષ્યંત દવે અને રાજીવ ધવને સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે કેમ તેમની સત્તા લઈ લેવામાં આવી.