**EDS: VIDEO GRAB** Bengaluru: Live telecast of soft landing of Vikram module of Chandrayaan 2 on lunar surface, in Bengaluru, Saturday, Sept. 7, 2019. As declared by ISRO Chairman Kailasavadivoo Sivan, the connection with Vikram lander was lost and resumption of communications is awaited. (PTI Photo)(PTI9_7_2019_000012B)

ચંદ્રની ધરતી પર ભારતીય ત્રિરંગો ફરકાવવાનું દરેક ભારતીયનું સપનું શુક્રવારે અડધી રાત્રે ત્યારે તૂટી ગયું જ્યારે ચંદ્રયાન-2નો સંપર્ક ઇસરો સાથે અચાનક કપાઈ ગયો હતો. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે સંપર્ક કપાઈ જતાં ચંદ્રયાન લેન્ડ થયું કે ક્રેશ થયું તે વિશેની કોઈ જાણકારી મળી શકી નથી. ઇસરોના ડિરેક્ટર કે. અડધો કલાક જેટલો લાંબો ઇંતેજાર કરાવ્યા બાદ ઇસરોના ચેરમેન કે. સિવને કહ્યું હતું કે ચંદ્રયાન-2 સાથે આપણો સંપર્ક તૂટી ગયો છે અને ડેટા એનાલિસિસ કરીશું ત્યારે ખબર પડશે કે લેન્ડિંગ વખતે ખરેખર શું થયું હતું.
સમગ્ર દેશમાં લોકો રાહ જોઈને બેઠા હતા કે હમણાં ઇસરોના ચેરમેન કે વડાપ્રધાન મોદી જાહેરાત કરશે કે ચંદ્રયાન-2 ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ કરી ગયું છે, પણ રાત્રે બે વાગ્યા સુધી કોઈ જાહેરાત ન થતાં આખા દેશમાં અચાનક ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તમામ વિજ્ઞાનીઓ એકબીજા સાથે જે રીતે વાતચીત કરી રહ્યા હતા તે જોતાં કંઈક ગરબડ થઈ હોવાની આશંકા જાગી હતી. મિશન ડિરેક્ટરે જ્યારે જાહેરાત કરી કે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કપાઈ ગયો છે ત્યારે અજંપો તેની ચરમસીમાએ પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય તજજ્ઞોએ એવું કહ્યું કે, મિશન 99.99 ટકા સફળ રહ્યું છે. માત્ર છેલ્લા તબક્કામાં સંપર્ક તૂટ્યો છે.