isro website

ઇસરોના ચેરમેન કે સિવને જણાવ્યું કે 1 સપ્ટેમ્બરના સાંજે 6.21 વાગ્યે ચંદ્રયાન-2ને 100 કિલોમીટર ઉંચાઇ પર ભ્રમણ કરવા માટે છેલ્લું મેન્યુઅર કરવામા આવ્યું હતું. તેનાથી એક નિશ્વિત કક્ષામાં ચંદ્રયાન પહોંચ્યું હતું. મેન્યુઅરમાં અંદરના ઇંધણને સળગાવીને જે તે દિશામાં લઇ જવા માટે યાનને ધક્કો આપવાામાં આવે છે. હવે આજે બપોરે મેન મોડ્યુલમાંથી વિક્રમ લેન્ડર અલગ થઇ ગયું છે. વિક્રમ સારાભાઇના સન્માનમાં લેન્ડરને આ નામ આપવામાં આવ્યું છે. આજે બપોરે 1.15 વાગ્યે આ પ્રક્રિયા થઇ હતી. હવે 7 તારીખે રાત્રે તે ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. આ એવું જ છે કે માનો એક પુત્રી પોતાના ઘરેથી વિદાય થઈ જશે.
ત્યારબાદ સતત બે દિવસ લેન્ડર પોતાની કક્ષાને નાની કરતું જશે અને 36 કિમી અંતરની કક્ષામાં પહોંચી ચક્કર લગાવશે. દરમિયાન 3 સપ્ટેમ્બરે ઇસરો લેન્ડરની સાથે એક ટેસ્ટ કરશે. તેને બિલકુલ અટકાવી 3 સેકન્ડ માટે વિપરીત દિશામાં ચલાવી ચકાસણી કરાશે અને પછી ફરી તેને કક્ષામાં આગળ મોકલવામાં આવશે. ઇસરો આ ટેસ્ટ દ્વારા એ જાણશે કે લેન્ડર બરાબર કામ કરી રહ્યું છે કે નહીં. 4 સપ્ટેમ્બરે લેન્ડરની કક્ષામાં અંતિમ ફેરફાર થશે અને બીજા ત્રણ દિવસ તેના તમામ ઉપકરણની તપાસ થશે.
6-7 સપ્ટેમ્બરની મધ્ય રાત્રે 1.40 કલાકે લેન્ડર ચંદ્ર પર ઉતરવાનું શરૂ થશે અને 15 મિનિટમાં 1.55 કલાકે વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર બે ક્રેટર મેન્જિનસ સી અને સિંપ્લીયસ એન વચ્ચે ઉતરશે. લેન્ડિંગના બે કલાક (3.55 કલાક) પછી લેન્ડરથી રેમ્પ બહાર નીકળશે. 5.05 કલાકે રોઅરના સોલર પેનલ ખુલશે. 7 સપ્ટેમ્બરે સવારે 5.10 કલાકે ચાલવાનું શરૂ થશે અને 45 મિનિટ પછી 5.55 કલાકે રોઅર ચંદ્રપર ઉતરી જશે. રોઅર ચંદ્ર પર ઉતરતાની સાથે તે લેન્ડર અને લેન્ડર રોઅરની સેલ્ફી લેશે.
જે તે દિવસે 11 વાગ્યાની આસપાસ મળી રહેશે.ઇસરોના ચેરમેન કે. સિવને જણાવ્યું કે સોમવારે થનારું લેન્ડર સેપ્રેશન ખૂબ જ ઝડપી હશે. આ એટલી ઝડપથી હશે જેટલી ઝડપથી કોઈ સેટેલાઈટ લોન્ચ વ્હીકલથી અલગ થાય છે. ઇન્ટીગ્રેટેડ સ્પેસક્રાફ્ટને અલગ-અલગ કરવા માટે જરૂરી કક્ષા સોમવારે સ્થિર કર્યા પછી ઇસરો એક કમાન્ડ આપશે જે ઓનબોર્ડ સિસ્ટમ પોતાની મેળે એક્ઝિક્યુટ કરશે. 4 સપ્ટેમ્બરે અંતિમ ફેરફાર થશે.