TOKYO, JAPAN - APRIL 25: Actor Ryan Reynolds attends the world premiere of 'Pokemon Detective Pikachu' on April 25, 2019 in Tokyo, Japan. (Photo by Keith Tsuji/Getty Images)

હોલિવૂડ એક્ટર રેયાન રેનોલ્ડ્ઝને અવારનવાર શોબિઝનેસનો સૌથી ગુડ લુકિંગ મેન ગણાવવામાં આવે છે, પરંતુ તે સુંદર ચહેરાથી ઘણો વિશેષ છે. આ વર્સેટાઇલ એક્ટર રિયલ લાઇફમાં પણ ખૂબ ફની છે. જેના લીધે તે આખી દુનિયામાં બધાનો જ ફેવરિટ છે. ઇન્ડિયામાં પણ તેના મોટી સંખ્યામાં ફેન્સ છે. આ એક્ટર પોતે આપણા દેશ અને આપણા સિનેમાનો પ્રશંસક છે.
તે કહે છે કે, ‘ઓહ માય ગોડ. મને ઇન્ડિયન કલ્ચર અને ફિલ્મ્સ ગમે છે. હું માનું છું કે, સિનેમામાં સૌથી મોટું યોગદાન ઇન્ડિયાનું રહ્યું છે. બાળપણમાં મને ઇન્ડિયાનું થોડું ઘણું કન્ટેન્ટ જોવા મળતું હતું. મને ઇન્ડિયાની મુલાકાત લેવાનું અને ત્યાં મારા ફેન્સને મળવાનું ગમશે.’ તેણે ઉલ્લેખ કર્યો હતો કે, હોલિવૂડમાં ઘણા બધા ઇન્ડિયન એક્ટર્સ છે. તે કહે છે કે, ‘હું કેનેડાથી આવું છું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે કંઈ પણ બન્યું છે એ ખૂબ એક્સાઇટિંગ છે. અત્યારે વધારે મેચ્યોર અને વધારે સ્માર્ટ ફિલ્મ્સ બની રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે, સ્ટ્રીટ્સ પર જે કંઈ હોય એ સ્ક્રીન પર રિફ્લેક્ટ થાય છે.’રેયાન પોતે વેરાઇટીવાળી ફિલ્મ્સ કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ ‘6 અન્ડરગ્રાઉન્ડ’ એક થ્રિલર છે. જેને માઇકલ બે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે કે જેઓ ‘પર્લ હાર્બર’ અને ‘ટ્રાન્સફોર્મર્સ’ સીરિઝની સાથે સંકળાયેલા છે.